આ કારણથી વૈશાખ મહિનો ગણાય છે અત્યંત પવિત્ર, આ ઉપાયો કરવાથી મળશે અઢળક લાભ
Vaishakh Month Remedies: આ મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ ની પૂજા ઉપાસના કરવામાં આવે છે. આ મહિના દરમિયાન સ્નાન, દાન, જપ અને તપનું વિશેષ મહત્વ હોય છે. આ કાર્યો વૈષખ મહિના દરમિયાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
Trending Photos
Vaishakh Month Remedies: હિન્દુ શાસ્ત્ર અનુસાર વૈશાખ મહિનાનું વિશેષ મહત્વ હોય છે. આ મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ ની પૂજા ઉપાસના કરવામાં આવે છે. આ મહિના દરમિયાન સ્નાન, દાન, જપ અને તપનું વિશેષ મહત્વ હોય છે. આ કાર્યો વૈષખ મહિના દરમિયાન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક ઉપાય પણ કરી શકાય છે. આ ઉપાય કરવાથી અને કેટલાક નિયમોનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં લાભ થવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ કે વૈશાખ મહિનામાં કયા ઉપાય કરવા જોઈએ.
આ પણ વાંચો:
- ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા આ મહિનામાં કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. નિયમિત રીતે આ મહિના દરમિયાન 11 વખત ઓમ માધવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં આવેલી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
- જરૂરિયાત મંદ વ્યક્તિને ગોળ, સત્તુ, તલ વગેરે વસ્તુઓનું દાન કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. આ સાથે જ પિતૃદોષથી પણ છુટકારો મળે છે અને પાપનો નાશ થાય છે.
- આ મહિના દરમિયાન ગરમી સૌથી વધારે પડે છે તેથી પશુ પક્ષીઓ માટે પાણી અને ભોજન ની વ્યવસ્થા કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. અનાજ અને પાણીની વ્યવસ્થા કરવાથી વ્યક્તિને હજાર યજ્ઞ કર્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ સિવાય છત્રી ચપ્પલ જેવી વસ્તુઓનું દાન પણ કરી શકાય છે.
- વૈશાખ મહિનાની હિંદુ શાસ્ત્રમાં પવિત્ર મહિનો કહેવામાં આવે છે આ મહિનામાં અક્ષય તૃતીયા પર્વ પણ ઉજવવામાં આવે છે. આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવી શુભ ગણાય છે. તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે