Somvati Amavasya 2023: હિન્દુ ધર્મમાં સોમવારે અને શનિવારે થતી અમાસની તિથિ નું વિશેષ મહત્વ હોય છે. આજે 20 ફેબ્રુઆરી અને સોમવારના રોજ ફાગળ મહિનાની અમાસની તિથિ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોમવતી અમાસના દિવસે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે કેટલાક ઉપાય કરી શકાય છે. આ ઉપાય કરવાથી ઈચ્છા અચૂક પૂરી થાય છે. આ સાથે જ જે લોકો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરીને કેટલીક વસ્તુઓનું દાન કરે અને વિધિપૂર્વક પૂજા પાઠ કરે છે તેના ઉપર માતા લક્ષ્મીની વિશેષ કૃપા હંમેશા રહે છે અને તેમને જીવનમાં રૂપિયાની ખામી રહેતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ મંદિરમાં દર્શન અને પૂજા કરવાથી દરિદ્રતા થાય છે દુર, જીવનમાં મળે છે સમૃદ્ધિ


Money Plant Tips: મની પ્લાન્ટના થડ પર આ ખાસ વસ્તુ બાંધી લો, પૈસા ચુંબકની ખેંચાશે


ઘરમાં ન ટકતા હોય રુપિયા અને કાર્યમાં મળતી હોય નિષ્ફળતા તો અજમાવો હળદરના અચૂક ટોટકા


સોમવતી અમાસનું મુહૂર્ત


પંચાંગ અનુસાર આ વર્ષે અમાસની તિથિ 19 ફેબ્રુઆરી સાંજે 4 કલાક અને 18 મિનિટથી શરૂ થશે અને 20 ફેબ્રુઆરી બપોરે 12 કલાક અને 35 મિનિટ પર પૂર્ણ થશે. તેવામાં અમાસ સંબંધિત પૂજા અને દાન 20 ફેબ્રુઆરી 2023 ના રોજ કરવામાં આવશે. પૂજા અને દાન માટે શુભ સમય સવારે 11: 15 કલાક સુધી છે.


માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ગુપ્ત ઉપાય


જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે અને તમારા જીવનમાં ક્યારેય રૂપિયાની ખામી ન રહે તો સોમવતી અમાસના દિવસે સવારે સ્નાન કરીને યથા શક્તિ યોગ્ય પાત્રને દાન કરવું. ત્યાર પછી સંધ્યા સમયે ઇશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રજવલિત કરવો. આ દીવામાં જે વાટનો ઉપયોગ કરો તે લાલ રંગની હોવી જોઈએ. દીવો કર્યા પછી કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય ધનની ખામી રહેતી નથી.


આ પણ વાંચો:


કેવી રીતે લગાવવો જોઈએ ભગવાનને ભોગ ? 99 ટકા લોકો નથી જાણતા સાચી રીત અને કરે છે ભુલ


સોમવતી અમાસના દિવસે કરેલી આ ભુલ જીવન કરે છે બરબાદ, તુટી પડે છે દુ:ખના ડુંગર



શિવજીની કરો પૂજા


સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી પણ લાભ થાય છે. અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી ગાયનું કાચું દૂધ લેવું અને તેનાથી શિવજીનો અભિષેક કરવો તેનાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને અટકેલા કામોમાં પ્રગતિ થાય છે. 


પિતૃદોષના ઉપાય


સોમવતી અમાસના દિવસે સવારે શક્ય હોય તો નદીમાં સ્નાન કરવું. જો નદીમાં સ્નાન શક્ય ન હોય તો ઘરે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરીને પીપળાના ઝાડની પૂજા કરવી. ત્યાર પછી હાથમાં કાચું સુતર રાખીને 108 વખત પીપળાના ઝાડની પરિક્રમા કરવી. ત્યાર પછી ગરીબ વ્યક્તિને દાન કરવું અને બ્રાહ્મણને ભોજન કરાવવું. આમ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પરિવાર ઉપર તેમના આશીર્વાદ રહે છે.