સોમવતી અમાસના દિવસે કરેલી આ ભુલ જીવન કરે છે બરબાદ, પરીવાર પર તુટી પડે છે દુ:ખના ડુંગર

Somvati Amavasya 2023: સોમવતી અમાસ પર પિતૃઓની પૂજા કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. પરંતુ આ દિવસે કેટલીક ભૂલ કરવાથી જીવન બરબાદ પણ થઈ શકે છે. સોમવતી અમાસના દિવસે જો તમે કેટલાક કામ કરો છો તો પિતૃ તમારાથી નારાજ થાય છે અને ઘરમાં કલેશ અને અશાંતિ તેમજ દરિદ્રતા આવે છે. 

સોમવતી અમાસના દિવસે કરેલી આ ભુલ જીવન કરે છે બરબાદ, પરીવાર પર તુટી પડે છે દુ:ખના ડુંગર

Somvati Amavasya 2023: સોમવતી અમાસનું મહત્વ વધારે હોય છે. આ વખતે સોમવતી અમાસ 20 ફેબ્રુઆરી 2023 ના રોજ ઉજવાશે. આ દિવસે સ્નાન કર્યા પછી ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને દાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. સોમવતી અમાસ પિતૃઓની પૂજા માટે પણ ખાસ માનવામાં આવે છે. આ દિવસે પિતૃદોષ દૂર કરવા માટે કેટલાક ઉપાય કરવાથી લાભ થાય છે. સોમવતી અમાસ પર પિતૃઓની પૂજા કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. પરંતુ આ દિવસે કેટલીક ભૂલ કરવાથી જીવન બરબાદ પણ થઈ શકે છે. સોમવતી અમાસના દિવસે જો તમે કેટલાક કામ કરો છો તો પિતૃ તમારાથી નારાજ થાય છે અને ઘરમાં કલેશ અને અશાંતિ તેમજ દરિદ્રતા આવે છે. 

આ પણ વાંચો:

સોમવતી અમાસના દિવસે ન કરવા આ કામ

1. સોમવતી અમાસના દિવસે ગાય, કાગડા અને કૂતરાને ભોજન આપવાનું હોય છે. આમ કરવાથી પિતૃ શાંત થાય છે. તેથી આ દિવસે કુતરા અને ગાયને નુકસાન પહોંચાડવું કે તેના પર ક્રોધ કરવાથી પિતૃદોષ લાગે છે.

2. સોમવતી અમાસના દિવસે પિતૃઓને પોતાના વંશ દ્વારા પિંડદાન શ્રાદ્ધ કે દાન જેવી વસ્તુઓ થાય તેવી પ્રતીક્ષા હોય છે. પરંતુ જ્યારે આવું થતું નથી તો પિતૃના ક્રોધનો સાધનો કરવો પડે છે. તેના કારણે જીવનની સુખ શાંતિનો નાશ થાય છે. ધાર્મિક માન્યતા છે કે સોમવતી અમાસના દિવસે પિંડદાન ન કરવામાં આવે તો પિતૃ દુઃખી થાય છે અને તેના કારણે પરિવારને પણ સમસ્યાનો સામનો કરવો પડે છે.

3. સોમવતી અમાસના દિવસે માસાહાર અને મદિરાથી દૂર રહેવું જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે અને પ્રગતિમાં બાધા ઊભી થાય છે. આ સિવાય સોમવતી અમાસના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જે લોકો આવું કરતા નથી તેના જીવનમાં દુઃખના ડુંગર તૂટી પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news