Sharad Purnima 2023: શનિવારે વર્ષની સૌથી મોટી પૂર્ણિમા એટલે કે શરદપૂર્ણિમા આવી છે. 30 વર્ષ પછી શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે. આ દિવસે કેટલાક શુભ યોગ પણ બની રહ્યા છે જેના કારણે કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી વ્યક્તિને ધન લાભ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ શરદ પૂર્ણિમાના કેટલાક અચૂક ઉપાય વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે સ્નાન કરીને ઘરમાં પૂજા પાઠ કરી દાન કરવું જોઈએ. આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. શરદ પૂર્ણિમાના દિવસે ધનના દેવી માતા લક્ષ્મીની ઉપાસના કરવાથી વ્યક્તિ અમીર બને છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શરદ પૂર્ણિમાના દિવસે ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી ઘરમાં સુખ શાંતિ વધે છે. 


આ પણ વાંચો:


દિવાળી પહેલા શુક્ર-શનિ ભરી દેશે 4 રાશિઓની ખાલી તિજોરી, રુપિયામાં રમશે આ લોકો


આજનું ચંદ્રગ્રહણ બદલી દેશે આ રાશિના લોકોનું ભાગ્ય, વધશે પદ, પ્રતિષ્ઠા અને પૈસા


સપનામાં ગાયનું દેખાવું ભગવાન દેખાયા જેટલું શુભ, જાણો કેવા કેવા થાય છે લાભ


શરદ પૂર્ણિમાના શુભ યોગ


શરદપૂર્ણિમાના દિવસે 6 શુભ યોગ બની રહ્યા છે. જેમાંથી એક છે બુધાદિત્ય, બીજો ત્રિગ્રહી યોગ, ત્રીજો ગજ કેસરી યોગ, ચોથો શશયોગ પાંચમો રવિ યોગ અને છઠ્ઠો સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગમાં કેટલાક ઉપાય કરવાથી માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. 


શરદ પૂર્ણિમાનો ઉપાય


માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે જ સમુદ્રમંથનમાંથી માતા લક્ષ્મી પ્રગટ થયા હતા. તેથી આ દિવસે માતા લક્ષ્મી ધરતી પર વિચરણ કરવા નીકળે છે. તે સમયે આ ઉપાય કરવાથી નિશ્ચિત ધન લાભ થાય છે. શરદ પૂર્ણિમાની રાત્રે ખીર બનાવી માતાજીને અર્પણ કરવી જોઈએ. આ સિવાય શરદ પૂર્ણિમાની રાત્રે લક્ષ્મી પૂજા કરવી. લક્ષ્મી પૂજા દરમિયાન માતાજીને પાંચ પાન ચડાવવા અને બીજા દિવસે આ પાનને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવા. આ ઉપાય કરવાથી વ્યક્તિની તિજોરી ક્યારેય ખાલી રહેતી નથી.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)