Vastu Tips: જો તમે તમારી આર્થિક સ્થિતિને લઈને પરેશાન હોય અને અનેક પ્રયત્ન છતાં પણ ઘરમાંથી દરિદ્રતા દૂર થતી ન હોય તો સૌથી પહેલા પોતાના ઘરની સ્થિતિને ધ્યાનથી જુઓ. શક્ય છે કે ઘરે આર્થિક સ્થિતિ ખરાબ હોવાનું કારણ તમારા ઘર સાથે જ જોડાયેલું હોય. જ્યારે તમે અનેક પ્રયત્ન કરો તેમ છતાં ઘરની આર્થિક સ્થિતિ સુધરતી ન હોય તો તેનો અર્થ છે કે માતા લક્ષ્મી તમારાથી રિસાયેલા છે. અને માતા લક્ષ્મી રિસાય તેના કારણ પણ ઘરમાં જ હોય છે. આજે તમને આવા જ કેટલાક ઉપાય જણાવીએ જેનાથી દરિદ્રતા દૂર થાય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સોમવારથી શરુ થતું સપ્તાહ ફાયદો કરાવશે કે નુકસાન, જાણવા વાંચી લો સાપ્તાહિક રાશિફળ


તિજોરી સાફ રાખો


માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન હશે તો ઘરમાં ધનની આવક પણ સતત થતી રહેશે. આર્થિક સ્થિતિ સુધરે તે માટે તમારે કેટલાક પ્રયત્નો પણ વધારવા પડશે. સૌથી પહેલા તો જે જગ્યાએ તમે ધન રાખતા હોય તે જગ્યા એટલે કે તિજોરીને સાફ રાખો. તિજોરીમાં કોઈ ફાલતુ સામાન ન રાખો અને તેના પર ધૂળ ન જામે તેનું પણ ધ્યાન રાખો. 


સકારાત્મક ઉર્જા


સાથે જ ઘરને પણ સ્વચ્છ રાખો. ઘરમાં દરેક જગ્યા તેના સ્થાન પર હોય તે જરૂરી છે. જો ઘર વ્યવસ્થિત થશે અને તમે ઘરની સાફ-સફાઈ નું ધ્યાન રાખશો તો ઘરમાં સકારાત્મક ઊર્જા વધશે અને સાથે જ સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધશે. 


આ પણ વાંચો: Budh Gochar 2024: 7 ફેબ્રુઆરીએ બુધ થશે અસ્ત, આ 3 રાશિઓ માટે શરુ થશે આફત સમાન સમય


નેગેટીવ એનર્જી દૂર કરો


ઘરમાં ગંદકી હોય તો નેગેટિવ ઉર્જા વધે છે. નેગેટીવ એનર્જીના કારણે દરિદ્રતા પણ વધે છે. આવી સ્થિતિમાં ઘરને સાફ અને સ્વચ્છ રાખો. ઘરમાં કોઈપણ જગ્યાએ કચરો એકઠો ન કરવો. ડસ્ટબિન પણ નિયમિત ખાલી કરતા રહો.


તૂટેલા અને ખરાબ સામાન્ય ઘરની બહાર ફેકો


ઘરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુ જો ખરાબ થઈ જાય તો તુરંત જ તેને રીપેર કરાવો અને રીપેર કરાવી શકાય તેમ ન હોય તો તેને ઘરની બહાર ફેંકી દો ખરાબ સામાન્ય ઘરમાં રાખવાથી પણ નેગેટિવ એનર્જી એટ્રેક્ટ થાય છે.


બેડ પર બેસીને ભોજન


ભૂલથી પણ બેડ પર બેસીને ભોજન કરવું નહીં. આમ કરવાથી દરિદ્રતા વધે છે. સાથે જ કિચનનું પ્લેટફોર્મ પણ કામ કર્યા પછી સ્વચ્છ રાખો. તેનાથી ઘરમાં પોઝિટિવ એનર્જી વધશે અને દિત્રતા દૂર થશે.


આ પણ વાંચો: 6 વર્ષ સુધી સતાવે સૂર્યની મહાદશા, જીવનમાં આવતી સમસ્યાઓથી બચવા કરવો આ ઉપાય


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)