Dough Kneading Rules: રોટલી બનાવવા માટે તેનો લોટ બાંધવામાં આવે છે. રોટલી બનાવવાના થોડા કલાકો પહેલા લોટ બાંધીને રાખી દેવામાં આવે છે. રોજનું આ કામ લાગે તો સામાન્ય છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ રોટલીનો લોટ ખૂબ જ મહત્વનું હોય છે. તેથી જ રોટલીનો લોટ બાંધો ત્યારે અને બાંધી લીધા પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. રોટલીના લોટ સંબંધિત આ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. સાથે જ ઘરમાં રહેતા લોકોનું દાંપત્ય જીવન પણ પ્રભાવિત થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કેટલીક એવી બાબતો વિશે જેને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ બાબતોને ધ્યાનમાં રાખશો તો તમારા પરિવારમાં હંમેશા બરકત રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


કંગાળ કરી શકે છે અક્ષય તૃતીયા પર કરેલી આ ભુલ, માતા લક્ષ્મી થાય છે નારાજ


ઘરના આ વાસ્તુ દોષ ખરાબ કરી શકે છે સ્વાસ્થ્ય, સારા સ્વાસ્થ્ય માટે આ રીતે દુર કરો દોષ


ગુરુવારે કરેલો આ અચૂક ઉપાય ખોલી દેશે ભાગ્યના બંધ દરવાજા, કાર્યમાં આવેલી બાધા થશે દુર


રોટલીનો લોટ બાંધવાનો હોય તો એક વાતનું ધ્યાન રાખવું કે સ્નાન કર્યા પછી જ આ કામ કરવું. આ સિવાય લોટ બાંધવા માટે જે પાણી લો તેને તાંબાના લોટા માં લેવું જોઈએ. કારણ કે તમે જે ભોજન બનાવો છો તેનો ભગવાનને ભોગ લાગે છે અને ભગવાનના ભોગમાં તાંબાના પાત્રનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. 


લોટ હંમેશા એટલું જ બાંધવો જેટલા ની જરૂર હોય વધારે લોટ બાંધી તેને ફ્રિજમાં સ્ટોર કરવાની આદત છોડી દેવી જોઈએ. રોટલીનો બાંધેલો લોટ ફ્રીજમાં રાખવાથી સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. ફ્રીજમાં રાખેલા લોટની રોટલી ખાવાથી ખતરનાક બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. આ સિવાય આ રીતે લોટ બાંધીને બીજા દિવસે ઉપયોગ કરવાથી ઘરમાં બરકત રહેતી નથી. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે. 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ લોટને બાંધી તેનો ગોળ આકાર બનાવીને રાખવો જોઈએ નહીં. લોટ બાંધ્યા પછી હંમેશા તેમાં આંગળીઓથી નિશાન કરી દેવા જોઈએ. તમે ઘણી વખત જોયું પણ હશે કે કેટલીક મહિલાઓ પોતાની આંગળીઓથી લોટમાં નિશાન બનાવે છે. આમ કરવા પાછળ એક મહત્વપૂર્ણ કારણ જવાબદાર છે. લોટનો ગોળ આકાર પૂર્વજોને પિંડદાન કરતી વખતે બનાવવામાં આવે છે. જો તમે લોટને આ રીતે રાખીને તેમાંથી રોટલી બનાવીને ખાવ છો તો પિતૃદોષ લાગી શકે છે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)