Astro Tips For Chaitra Month: ચૈત્ર મહિનો આયુર્વેદ અને આધ્યાત્મિક એમ બંને દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો હોય છે. ચૈત્ર મહિનામાં રામનવમીથી લઈને ચૈત્રી નવરાત્રી સહિતના અનેક તહેવાર આવે છે. તેથી ચૈત્ર મહિનાનું ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ વધી જાય છે. આ સાથે જ આ સમય દરમિયાન ઠંડી પૂરી થતી હોય છે અને વાતાવરણમાં ગરમીની શરૂઆત થાય છે. તેથી આ સમય દરમિયાન ઠંડા પાણીથી સ્નાન કરવાની શરૂઆત કરી દેવી જોઈએ જેથી સ્વાસ્થ્ય સારું રહે. તેની સાથે ચૈત્ર મહિના દરમિયાન કેટલાક કામ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ચૈત્ર મહિનામાં આ કામ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો તમને જણાવીએ કે ચૈત્ર મહિના દરમિયાન કયા કામ કરવાથી ભાગ્યોદય થાય છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


સારા કામ માટે જતા હોય અને મળે આ સંકેત તો ચેતી જાઓ, સંકટ તરફ કરે છે ઈશારો


15 માર્ચે શતભિષા નક્ષત્રમાં શનિનો થશે પ્રવેશ, આગામી 7 મહિના આ રાશિને મળશે લાભ જ લાભ


હળદર ચંદનના આ ટોટકા છે અચૂક, ચોક્કસ થાય છે ફાયદો અને જીવનના કષ્ટ થાય છે દૂર


સૂર્ય પૂજા 


ચૈત્ર મહિના દરમિયાન સૂર્યદેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યનો દોષ હોય તો તેણે નિયમિત રીતે ચૈત્ર માસ દરમિયાન સૂર્યને જળ ચડાવવું જોઈએ. આમ કરવાથી જીવનમાં આવતા સંકટ દૂર થાય છે અને સૂર્યદોષ લાગતો નથી.


ભગવાન વિષ્ણુની ઉપાસના


ચૈત્ર માસ દરમિયાન ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે. આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુના માછલી સ્વરૂપની પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.


એક સમય કરો ભોજન


મહાભારત ગ્રંથ અનુસાર ચૈત્ર માસ દરમિયાન વ્યક્તિએ એક જ સમયે ભોજન કરવું જોઈએ અને વધુમાં વધુ તરલ પદાર્થનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીર અને મન શાંત રહે છે.