Tulsi Ke Upay: હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે. જ્યાં તુલસીનો છોડ હોય ત્યાંનું વાતાવરણ પવિત્ર રહે છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જે જગ્યાએ તુલસીની પૂજા થાય છે ત્યાં માતા લક્ષ્મી પણ સ્થાયી વાસ કરે છે. તુલસી ભગવાન વિષ્ણુને પણ પ્રિય છે. તેવામાં એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આજે એટલે કે 14 જૂને યોગિની એકાદશી છે. આ દિવસે તુલસીજીને જળ ચઢાવી મીઠાઈ અને ફળ ધરાવવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય આજના દિવસે કેટલાક ચમત્કારિક ઉપાય કરવાથી પણ જીવનમાં આવેલી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


પૈસાની તંગી દુર કરવી હોય તો આ દિવસે કિન્નરને દાનમાં આપો આ વસ્તુ, દુર થશે દરિદ્રતા


ભગવાનના રથની દોરી ખેંચવી અતિ શુભ, જાણો શા માટે લોકો આ કામ કરવા કરે છે પડાપડી


Budh Gochar 2023: 1 વર્ષ પછી મિથુન રાશિમાં પ્રવેશ કરશે બુધ, આ 3 રાશિને મળશે અપાર ધન


તુલસીના ચમત્કારી ઉપાય


- શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં નવ ગ્રહનો દોષ હોય તો તુલસીની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી શનિ ગ્રહ સહિતના બધા જ દોષથી મુક્તિ મળે છે. 


- એકાદશીના દિવસે તુલસીના મૂળનો એક ટુકડો લઇ તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવાથી તિજોરી ધન થી છલોછલ રહે છે.


- ઘરમાં જો સતત કલેશનું વાતાવરણ રહેતું હોય તો તુલસીની પૂજા કરી તેના મૂળનો એક ટુકડો લેવો. ત્યાર પછી તેને ગંગાજળ થી ધોઈ અને એક પીળા કપડામાં બાંધીને ઘરમાં કોઈ જગ્યાએ રાખી દો. 


- જો કોઈ વ્યક્તિએ પોતાની આર્થિક સ્થિતિ સુધારવી હોય તો શુક્રવારના દિવસે તુલસીના મૂળનો ટુકડો લઈ તેની પૂજા કરીને ચાંદીમાં તેને મઢાવીને ધારણ કરવું.


- જો કોઈ વ્યક્તિનું મન અશાંત રહેતું હોય અને સતત સ્ટ્રેસ રહેતો હોય તો તેને તુલસીના મૂડની માળા બનાવીને મંદિરમાં રાખી તેની પૂજા કરી શુભ મુહૂર્તમાં તેને ધારણ કરવી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)