ચૈત્રી નવરાત્રી દરમિયાન કરવા લવિંગના આ ટોટકા, જીવનમાં આવેલી સમસ્યાઓ થઈ જશે દૂર
Chaitra Navratri 2023 Upay: નવરાત્રી દરમિયાન કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થાય છે. આવા જ ઉપાયોમાંથી એક ઉપાય છે લવિંગનો. નવરાત્રિના દિવસો દરમિયાન લવિંગના આ ઉપાયો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે
Chaitra Navratri 2023 Upay: 22 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે. 30 માર્ચ 2023 ના દિવસે ચૈત્રી નવરાત્રી પૂર્ણ થશે. આ નવરાત્રીમાં માતા દુર્ગાના નવ સ્વરૂપની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થાય છે. આવા જ ઉપાયોમાંથી એક ઉપાય છે લવિંગનો. નવરાત્રિના દિવસો દરમિયાન લવિંગના આ ઉપાયો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સમસ્યાઓ દૂર થાય છે.
આ પણ વાંચો:
અમીર બનવું હોય તો સૂર્યાસ્ત સમયે કરી લો આ કામ, કલ્પના પણ નહીં કરી હોય તેવો થશે લાભ
નવરાત્રી દરમિયાન કરો આ 7 મંત્રોનો જાપ, જીવનભર તમારા ઘર-પરિવાર પર રહેશે માતાજીની કૃપા
નવરાત્રીમાં નવ દિવસ ઉપવાસ ન કરી શકો તો કરવું આ કામ, વ્રત કર્યા સમાન મળે છે ફળ
લવિંગના ચમત્કારિક ઉપાય
- રાહુ અથવા તો કેતુનો અશુભ પ્રભાવ તમારા પર પડી રહ્યો હોય તો નવરાત્રીના નવ દિવસ દરમિયાન શિવલિંગ ઉપર લવિંગ અર્પણ કરવા. આમ કરવાથી રાહુ કેતુનો અશુભ પ્રભાવ દૂર થાય છે.
- ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય તો એક પીળું કપડું લેવું અને તેમાં બે લવિંગ મુકવા. આ પીળા કપડાને બાંધી અને ઘરના કોઈ ખૂણામાં લટકાવી દેવું. આમ કરવાથી પારિવારિક કલેશ દૂર થાય છે.
- આર્થિક સ્થિતિ મજબૂત કરવી હોય અને ઘરમાં પૈસા ટકે તેવી ઈચ્છા હોય તો પીળા કપડામાં થોડા લવિંગ મૂકીને તેને તિજોરીમાં મૂકી દેવું. આમ કરવાથી ધનની આવક વધે છે.
- જો મહેનત કરવા છતાં પણ તમને સફળતા મળતી ન હોય તો નવરાત્રીમાં હનુમાનજીની મૂર્તિ સામે ચમેલીના તેલનો દીવો કરી તેમાં બે લવિંગ પધરાવી દેવા. આમ કરવાથી તમારા અટકેલા કામ પૂરા થશે અને સફળતા પણ મળશે.
- ઘરમાં દરિદ્રતા હોય અને દરિદ્રતા દૂર કરવી હોય તો નવરાત્રી દરમિયાન મા દુર્ગાને ગુલાબના ફૂલની સાથે બે લવિંગ અર્પણ કરવા. આમ કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને ધન લાભ થાય છે.
- ઘર ઉપર માતા લક્ષ્મીની કૃપા રહે તેવી ઈચ્છા હોય તો એક લાલ કપડામાં પાંચ લવિંગ અને પાંચ સફેદ કોડી બાંધીને પોટલી બનાવી લેવી. આ પોટલી ને શુભ મુહૂર્તમાં હતી તિજોરીમાં રાખી દેવી. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર રહે છે.