નવરાત્રી દરમિયાન કરો આ 7 મંત્રોનો જાપ, જીવનભર તમારા ઘર-પરિવાર પર રહેશે માતાજીના આશીર્વાદ

Chaitra Navratri 2023: શાસ્ત્રો અનુસાર મૃત્યુલોકમાં દુર્ગા સપ્તશ્લોકના સાત મંત્રોનો પાઠ કરવાથી વ્યક્તિને અદભુત શક્તિ પ્રાપ્ત થાય છે. આ મંત્રોના જાપથી ભક્તોને તેના બધા જ પુણ્ય કર્મનું ફળ મળે છે. કળિયુગમાં માણસ માટે આ મંત્રનો જાપ કલ્યાણ કરનાર સાબિત થાય છે.

નવરાત્રી દરમિયાન કરો આ 7 મંત્રોનો જાપ, જીવનભર તમારા ઘર-પરિવાર પર રહેશે માતાજીના આશીર્વાદ

Chaitra Navratri 2023: 22 માર્ચ 2023 થી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રીના આ દિવસો માં ભગવતીને પ્રસન્ન કરવા માટે અને મનોકામના પૂર્તિનું વરદાન મેળવવા માટે ખાસ દિવસો હોય છે. આ સમય દરમિયાન દેવીની આરાધના કરવા માટે કેટલાક મંત્ર દર્શાવવામાં આવ્યા છે. નવરાત્રી દરમિયાન મન અને શરીરને શુદ્ધ કરીને માં દુર્ગાના આ મંત્રનો પાઠ કરવાથી જીવનના બધા જ કષ્ટ દુર થાય છે અને સુખ શાંતિનું વરદાન મળે છે. 

આ પણ વાંચો:

શાસ્ત્રો અનુસાર મૃત્યુલોકમાં દુર્ગા સપ્તશ્લોકના સાત મંત્રોનો પાઠ કરવાથી વ્યક્તિને અદભુત શક્તિ પ્રાપ્ત થાય છે. આ મંત્રોના જાપથી ભક્તોને તેના બધા જ પુણ્ય કર્મનું ફળ મળે છે. કળિયુગમાં માણસ માટે આ મંત્રનો જાપ કલ્યાણ કરનાર સાબિત થાય છે. આ મંત્રનો જાપ જે પણ વ્યક્તિ કરે છે તેના બધા જ પ્રકારના ભય અને ચિંતા દૂર થઈ જાય છે. નવરાત્રી દરમિયાન આ મંત્રોનો જાપ કરનાર વ્યક્તિ ઉપર માં દુર્ગાના આશીર્વાદ જીવનભર રહે છે.

સપ્તશ્લોકી દુર્ગા મંત્રો

- ૐ જ્ઞાનિનામપિ ચેતાંસિ દેવી ભગવતી હિ સા, બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ

દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષજન્તો: સ્વસ્થૈ: સ્મૃતા મતિમતીવ શુભાં દદાસિ,

દારિદ્ર્યદુ:ખભયહારિણિ કા ત્વદન્યા સર્વોકારકરણાય સદાદ્રચિતા

સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે, શરણ્યે ત્રયમ્બકે ગૌરિ નારાયણિ નમોસ્તુ તે

શરણાગતદીનાર્તપરિત્રાણપરાયણે

સર્વસ્યાર્તિહરે દેવિ નારાયણિ નમોસ્તુતે તે સર્વસ્વરુપે સર્વેશે સર્વશક્તિસમન્વિતે, ભયેભ્યસ્ત્રોહિ નો દેવી દુર્ગે દેવિ નમોસ્તુતે તે

રોગાનશેષાનપંહસિ તુષ્ટા રુષ્ટા તુ કામાન્ સકલાનભીષ્ઠાન, ત્વામાશ્રિતાનાં ન વિપન્નરાણાં ત્વામાશ્રિતા હ્યાશ્રયતાં પ્રયાન્તિ

સર્વાબાધાપ્રશમનં ત્રૈલોક્યવસ્યાખિલેશ્વરિ, એવમેવ ત્વયા કાર્યમસ્મદ્વૈરિવિનાશનમ્

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news