Holi 2023: હોળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનો વિશેષ મહત્વ હોય છે. હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન થાય છે અને બીજા દિવસે રંગોથી ધુળેટી રમવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે કરેલા કેટલાક ઉપાયો વ્યક્તિના જીવનની સમસ્યાઓ દૂર કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે કેટલાક ઉપાયો કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા ઘર પરિવાર પર રહે છે અને તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે છે. તો ચાલો તમને જણાવીએ કે હોળીના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 


આ પણ વાંચો:


Holi 2023: હોળીની અગ્નિમાં પધરાવો આ વસ્તુઓ, આર્થિક તંગી થઈ જશે દુર


લગ્ન પછી પહેલી હોળી શા માટે ન ઉજવાય સાસરે? ખૂબ ઓછા લોકો જાણે છે સાચું કારણ


27 ફેબ્રુઆરી પછી આ 4 રાશિના લોકો પર તુટી પડશે દુ:ખના ડુંગર, 30 દિવસ થશે અગ્નિપરીક્ષા


વસ્ત્રોનું દાન


જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ ખાસ તિથિ ઉપર જરૂરિયાત મંદ વ્યક્તિને વસ્ત્રનું દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે . કહેવાય છે કે હોળીના દિવસે નવા વસ્ત્રોનું દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 


ગરીબોને ભોજન કરાવો


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગરીબોને ભોજન કરાવવાનું પણ વિશેષ મહત્વ છે. હોળીના દિવસે દરેક ઘરમાં અલગ અલગ પ્રકારના પકવાન બને છે. આ પકવાન માંથી થોડી વસ્તુઓ ગરીબોને દાનમાં આપવી જોઈએ. 


ધનનું દાન


કહેવાય છે કે હોળીના દિવસે જરૂરિયાત મંદ વ્યક્તિને યથાશક્તિ દક્ષિણા આપવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે. તમે ધનનું દાન કોઈ મંદિરમાં બ્રાહ્મણ કે ગરીબ ભિખારીને કરી શકો છો. 


હોળી પર ઘરે લાવો આ વસ્તુઓ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ચાંદીનો સિક્કો લઈ આવીને ઘરે રાખવો શુભ માનવામાં આવે છે. ચાંદીનો સિક્કો ઘરે લાવીને તેને પીળા રંગના કપડામાં હળદર સાથે બાંધીને તિજોરીમાં રાખી દેવો જોઈએ.