Holi 2023: હોળીની અગ્નિમાં પધરાવો આ વસ્તુઓ, આર્થિક તંગી થઈ જશે દુર

Holi 2023: હોલિકા દહન સાથે કેટલાક શાસ્ત્રીય ઉપાય પણ જોડાયેલા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે આ ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. 

Holi 2023: હોળીની અગ્નિમાં પધરાવો આ વસ્તુઓ, આર્થિક તંગી થઈ જશે દુર

Holi 2023: 7 માર્ચ અને મંગળવારે હોળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે. હોળીના દિવસે રાત્રે લોકો એકત્ર થાય છે અને હોલિકા દહન કરે છે. આ હોલિકા દહનમાં લોકો અલગ અલગ વસ્તુ પધરાવતા પણ હોય છે. હોલિકા દહન સાથે કેટલાક શાસ્ત્રીય ઉપાય પણ જોડાયેલા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે આ ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. હોળીમાં કેટલીક વસ્તુઓ પધરાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ખુશાલી વધે છે. 

આ પણ વાંચો:

હોલિકા દહનના ઉપાય

- ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ બીમાર રહેતી હોય તો સ્વાસ્થ્ય સારું રહે તે માટે આ ઉપાય કરો. તેના માટે 10 પાંદડા કડવા લીમડાના, છ લવિંગ અને થોડું કપૂર લેવું. જે વ્યક્તિ બીમાર રહેતી હોય તેની ઉપરથી આ બધી વસ્તુઓને સાત વખત ઉતારી અને અગ્નિમાં ફેંકી દો.

- ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશાલી આવે તે માટે હોલિકા દહન સમયે અગ્નિમાં જવ અથવા તો ચોખાના થોડા દાણા અર્પણ કરવા. આ ઉપાયથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા રહેશે.

- વેપારમાં અને કારકિર્દીમાં સફળતા મળે તે માટે ઘઉં અને અળસીને હોલિકાની અગ્નિમાં પધરાવો. 

- આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે હોળીના દિવસે આ ઉપાય કરવો. તેના માટે શેરડીને હોલિકા દહનની અગ્નિ દેખાડવી અને પછી તેને ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં ઊભી રાખી દેવી. આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

- જો તમને કોઈ કામમાં વારંવાર નિષ્ફળતા મળતી હોય તો સૂકા નાળિયેરમાં ગોળ અને અળસી ભરીને હોળીની અગ્નિમાં અર્પિત કરો. આ ઉપાય કરવાથી તમને કાર્યમાં સફળતા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news