Astro Tips For Dhanlabh: દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમસ્યા તો હોય જ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક સરળ ઉપાય કરીને જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે જેને દાન કરવાથી જીવનની આર્થિક સમસ્યાઓને દૂર કરી શકાય છે. તો આજે જ તમને જણાવીએ કે રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરવાથી તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ


મેષ રાશિના લોકો માટે ગોળનું દાન ઉત્તમ રહે છે. આ સિવાય કોઈ ગરીબ વ્યક્તિને તમે કપડાનું દાન પણ કરી શકો છો.


વૃષભ રાશિ


આ રાશિના લોકોએ ચમકીલા વસ્ત્રનું દાન કરવું જોઈએ તેનાથી તેમના જીવનની સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય અનાજ નું દાન પણ લાભકારી સાબિત થાય છે.


આ પણ વાંચો: 


ખાંડના આ ટોટકા દૂર કરશે દરેક પ્રકારના દોષ, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા


મહિલાને આ કામ કરતાં ક્યારેય ન જોવી પુરુષે, જોવાથી ભોગવવા પડે છે નરક સમાન દુ:ખ


માર્ચ મહિનામાં શનિનું ઉદય થવું અને ગુરુનું અસ્ત થવું આ 4 રાશિના લોકો માટે લાભકારક


મિથુન રાશિ


મિથુન રાશિને મગની ફોતરા વાળી દાળનું દાન કરવું જોઈએ. આ સિવાય આ રાશિના લોકો લીલા રંગના વસ્ત્ર પણ દાન કરી શકે છે. 


કર્ક રાશિ

કર્ક રાશિ ના જાતકો ગરીબોને ભોજન કરાવે તો તેનાથી તેમના જીવનના કષ્ટ દૂર થાય છે. તમે જરૂરિયાત મંદ વ્યક્તિને અનાજનું દાન પણ કરી શકો છો. 


સિંહ રાશિ


આ રાશિના લોકોએ ઘઉંનું દાન કરવું જોઈએ તેનાથી દાન કરવાથી જીવનના સંકટ દૂર થાય છે. સાથે જ દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે.


કન્યા રાશિ


જીવનના સંકટથી મુક્ત થવા માટે જરૂરિયાત મંદ વ્યક્તિને ભોજન કરાવવાથી લાભ થાય છે. 


તુલા રાશિ


મંદિરમાં ખાંડ, આખા ધાણા અથવા તો મિસરીનું દાન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. આમ કરવાથી દુર્ભાગ્ય અને દરિદ્રતા દૂર થાય છે.


આ પણ વાંચો: 


શરીરના આ ભાગ પર પડે ગરોળી તો સમજી લેજો થવાના છો માલામાલ, જાણો ગરોળીના શુકન અપશુકન


જે ઘરમાં રવિવારે થાય છે આ કામ ત્યાં નથી રહેતી સમૃદ્ધિ, લોકો રહે છે ગરીબ


વૃશ્ચિક રાશિ


વૃશ્ચિક રાશિના લોકોએ લાલ રંગના કપડાનું દાન કરવું જોઈએ. આ રાશિના લોકો મસૂરની દાળ પણ ગરીબોને આપી શકે છે.


ધન રાશિ


સૌભાગ્ય પ્રાપ્તિ માટે ધન રાશિના લોકોએ પીળા વસ્ત્ર અથવા તો ચણાની દાળનું દાન કરવું જોઈએ.


મકર રાશિ


મકર રાશીના લોકોએ ધનલાભ અને સુખ પ્રાપ્તિ કરવી હોય તો નાળિયેરનું દાન કરવું જોઈએ.


આ પણ વાંચો: 


6 માર્ચે ઉદય થશે શનિ, આ 5 રાશિના જાતકો રહે સાવધાન, સમસ્યાનો કરવો પડશે સામનો


મિથુન રાશિમાં પ્રવેશ કરશે મંગળ, આ 4 રાશિના લોકો થશે માલામાલ, દરેક કાર્ય થશે સફળ


કુંભ રાશિ


આ રાશિના લોકોએ અડદ અથવા તો અડદની દાળનું અથવા તો ધાબડા નું દાન કરવું જોઈએ તેનાથી કષ્ટ દૂર થાય છે અને ધન લાભ થાય છે.


મીન રાશિ


આ રાશિના લોકોએ પક્ષીઓને સાત પ્રકારના અનાજ મિક્સ કરીને ખવડાવવા જોઈએ. આ રાશિના લોકો ગરીબોને નવા કપડાં પણ દાન કરી શકે છે.