Astro Tips: જૂના કપડા કોઈને આપો તે પહેલા કરી લેવું આ કામ, નહીં તો પહેરેલા કપડાનું દાન તમારું ખિસ્સું ખાલી કરશે
Astro Tips: દાન કરતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો જીવન પર સંકટ આવી પડે છે. ખાસ કરીને જો પહેરેલા જુના કપડાનું દાન કરવાની વાત હોય તો વ્યક્તિએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. જો કપડા આપતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિ માટે આ દાન અશુભ સાબિત થાય છે.
Astro Tips: સનાતન ધર્મમાં દાન પુણ્યનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર કોઈપણ વસ્તુનો દાન કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને પુણ્ય પ્રાપ્ત થાય છે અને દેવી-દેવતાઓની વિશેષ કૃપા રહે છે. પરંતુ દાન કરતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો જીવન પર સંકટ આવી પડે છે. ખાસ કરીને જો પહેરેલા જુના કપડાનું દાન કરવાની વાત હોય તો વ્યક્તિએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. જો કપડા આપતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિ માટે આ દાન અશુભ સાબિત થાય છે.
પહેરેલા કપડાનું દાન કરવું કે નહીં ?
આ પણ વાંચો: આ કુંડનું પાણી કરે ભવિષ્યવાણી, જ્યારે બદલે પાણીનો રંગ ત્યારે કાશ્મીર પર આવે મુસીબત
જ્યોતિષશાસ્ત્ર અનુસાર દાન કરવાના પણ કેટલાક નિયમો છે. શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે પહેરેલા જુના કપડાને કોઈને આપી શકાય છે પરંતુ પહેલા તેને શુદ્ધ કરવા જોઈએ. જો કપડાની શુદ્ધ કર્યા વિના દાન કરવામાં આવે તો વ્યક્તિ માટે તે દુર્ભાગ્યપૂર્ણ સાબિત થાય છે. દાન કરવા સિવાય જો કોઈ વ્યક્તિ પોતાના કપડાં અન્ય વ્યક્તિને પહેરવા આપે તો પણ તેને શુદ્ધ કરવા જોઈએ. શાસ્ત્ર અનુસાર જ્યારે તમારા પહેલા કપડાં અન્ય વ્યક્તિ પહેરે છે તો તેની એનર્જી કપડાના માધ્યમથી તમને પણ અસર કરી શકે છે.
આ પણ વાંચો: 16 જૂને ગંગા દશેરાથી આ રાશિઓ માટે બદલશે સમય, 3 રાજયોગ ધનથી ભરી દેશે તિજોરી
ઘણી વખત કપડાના આ પ્રકારના દાનથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ જોવા મળે છે. જે વ્યક્તિને શુદ્ધ કર્યા વિનાના કપડા દાનમાં આપ્યા હોય તેની નેગેટિવ એનર્જી હોય તો તે તમને નુકસાન કરી શકે છે. આ પ્રકારનું દાન આર્થિક સ્થિતિને પણ અસર કરી શકે છે.
જુના કપડાં કોઈને આપતા પહેલા કરો આ કામ
આ પણ વાંચો: શુક્રવારે કરો આ ઉપાય, જીવશો ત્યાં સુધી ભોગવશો રાજા જેવો વૈભવ અને સુખ-સમૃદ્ધિ
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે પહેરેલા જુના કપડાને જો કોઈને આપવાના હોય તો તેને શુદ્ધ કરવા જોઈએ.. શુદ્ધ કરવા માટે એક બાલ્ટીમાં પાણી ભરી તેમાં મીઠું ઉમેરો. ત્યાર પછી જે કપડાં દાનમાં આપવાના છે તેને બાલટીમાં પલાળી ત્રણથી ચાર વખત ધોઈ લો. ત્યાર પછી આ પણ કપડાને સુકવી લો. મીઠાના પાણીથી શુદ્ધ કરેલા કપડા કોઈપણ વ્યક્તિને આપી શકાય છે.
કઈ વસ્તુઓનું ન કરવું દાન ?
આ પણ વાંચો: Vastu Tips: બેડરુમના આ વાસ્તુ દોષ સૌથી ખરાબ, બરબાદ કરી નાખે દાંપત્યજીવન
- ધાર્મિક માન્યતા અનુસાર ક્યારેય કોઈ વ્યક્તિને પ્લાસ્ટિકના, કાચના કે સ્ટીલના વાસણ દાનમાં આપવા નહીં. આ દાન આર્થિક નુકસાનનું કારણ બને છે.
- આ સિવાય ચાકુ, કાતર જેવી ધારદાર વસ્તુઓ પણ દાનમાં આપવાથી ભાગ્ય પર ખરાબ અસર થાય છે.
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર ક્યારેય કોઈ વ્યક્તિને પોતાનો રૂમાલ આપવો નહીં. રૂમાલ કોઈને આપવાથી સંબંધ પર ખરાબ અસર થાય છે અને ઘરમાં બરકત રહેતી નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)