Kheer Bhawani temple: આ કુંડનું પાણી કરે ભવિષ્યવાણી, જ્યારે બદલે પાણીનો રંગ ત્યારે કાશ્મીર પર આવે મુસીબત, જાણો શું છે રહસ્ય

Kheer Bhawani temple: ખીર ભવાની માતાના મંદિરમાં એક જલકુંડ આવેલો છે. આ કુંડ ચમત્કારી હોવાની માન્યતા છે. કહેવાય છે કે જ્યારે પણ કાશ્મીર પર મોટી આફત આવવાની હોય છે ત્યારે આ કુંડનું પાણી રંગ બદલે છે. આવા ઘણા બધા ઉદાહરણ પણ મળ્યા છે. કુંડના પાણીનો રંગ જ્યારે જ્યારે બદલો છે ત્યારે કાશ્મીર પર મોટી આફત આવી છે.

Kheer Bhawani temple: આ કુંડનું પાણી કરે ભવિષ્યવાણી, જ્યારે બદલે પાણીનો રંગ ત્યારે કાશ્મીર પર આવે મુસીબત, જાણો શું છે રહસ્ય

Kheer Bhawani temple: કાશ્મીર ઘાટીના ગાંદરબલ જિલ્લામાં ખીર ભવાની મંદિર આવેલું છે. અહીં દર વર્ષે મેળો પણ ભરાય છે. કાશ્મીરી પંડિતો માટે આ મંદિર અને આ મેળો ખૂબ જ મહત્વનો હોય છે. દર વર્ષે હજારો કાશ્મીરી પંડિત ખીર ભવાની મંદિરના મેળામાં ભાગ લેવા આવે છે. 14 જુને પણ ખીર ભવાની મંદિરમાં મહાપર્વની ઉજવણી થઈ રહી છે. ખીર ભવાની મંદિર કાશ્મીરનું પ્રખ્યાત અને ચમત્કારી મંદિર છે. આ મંદિરમાં એક કુંડ પણ આવેલો છે જે ભવિષ્યવાણી કરે છે. જાણીને નવાઈ લાગશે પરંતુ ખરેખર આ કુંડનું પાણી ભવિષ્યવાણી કરે છે.

ખીર ભવાની મંદિરમાં આવેલા ચમત્કારી કુંડ વિશે જ કહેવામાં આવે છે કે જ્યારે કુંડના પાણીનો રંગ બદલે છે તો કોઈ મુસીબત આવે છે. તો ચાલો તમને જણાવીએ ખીર ભવાની મંદિરનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલા આ ભવિષ્યવાણીના રહસ્ય વિશે. 

ખીર ભવાની મંદિર દેવી દુર્ગાનું મંદિર છે. આ મંદિર એક સુંદર ઝરણાની વચ્ચે બનેલું છે. મંદિરને લઈને માન્યતા છે કે જ્યારે લંકાપતિ રાવણએ માતા સીતાનું હરણ કર્યું હતું તો દેવી દુર્ગા ક્રોધે ભરાયા હતા. દેવી એટલા ક્રોધિત હતા કે તેઓ પોતાના સ્થાનને ત્યાગ કરી કાશ્મીરની આ જગ્યાએ આવી ગયા. આ મંદિરમાં દેવી દુર્ગાને ખીરનો ભોગ ચઢે છે તેથી જ આ મંદિરનું નામ ખીર ભવાની રાખવામાં આવ્યું છે. 

ભવાની માતાના મંદિરનું નિર્માણ મહારાજા પ્રતાપ સિંહે 1912માં કરાવ્યું હતું. ત્યાર પછી મહારાજા હરી સિંહે આ મંદિરનો જીર્ણોદ્ધધાર કરાવ્યો. કહેવાય છે કે ખીર ભવાની માતા કાશ્મીરી પંડિતોના કુળદેવી છે. દર વર્ષે જેઠ મહિનાની અષ્ટમીના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો માતાનો આશીર્વાદ લેવા આવે છે. 

કુંડના પાણીની ભવિષ્યવાણી

ખીર ભવાની માતાના મંદિરમાં એક જલકુંડ આવેલો છે. આ કુંડ ચમત્કારી હોવાની માન્યતા છે. કહેવાય છે કે જ્યારે પણ કાશ્મીર પર મોટી આફત આવવાની હોય છે ત્યારે આ કુંડનું પાણી રંગ બદલે છે. આવા ઘણા બધા ઉદાહરણ પણ મળ્યા છે. કુંડના પાણીનો રંગ જ્યારે જ્યારે બદલો છે ત્યારે કાશ્મીર પર મોટી આફત આવી છે. કુંડના પાણીની ભવિષ્યવાણી ઘણી વખત સાચી થઈ છે. જેમકે...

1947 માં કાશ્મીર પર આક્રમણ થયું હતું તે વર્ષે પવિત્ર ઝરણાનું પાણી કાળું થઈ ગયું હતું. ત્યાર પછી કારગિલ યુદ્ધ દરમ્યાન પણ અહીંનું પાણી કાળું દેખાવા લાગ્યું હતું. 

1990 માં પણ કુંડનું પાણી કાળું પડી ગયું હતું તે સમયે સ્થાનીય પંડિતો પર અત્યાચાર થયા હતા અને તેમને ઘાટી છોડીને જવું પડ્યું હતું. 

જ્યારે દુનિયાભરમાં કોરોના મહામારી ફેલાઈ હતી અને લાખો લોકોના મોત થયા હતા ત્યારે પણ કુંડના પાણીનો રંગ બદલી અને લાલ થઈ ગયો હતો. 

2014માં જ્યારે કાશ્મીરમાં ભયંકર પૂર આવ્યું હતું એ પહેલા પણ પાણી કાળું દેખાવા લાગ્યું હતું..

કુંડના રંગના પાણી વિશે એવી પણ માન્યતા છે કે પાણીનો રંગ જો લાલ અને કાળો થાય તો મુસીબત આવે પરંતુ કુંડનું પાણી જુઓ વાદળી કે સફેદ રંગનું જ રહે તો સમય ખુશાલીથી પસાર થાય છે.  

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news