7 ઓગસ્ટ સુધી આ રાશિઓ પર માતા લક્ષ્મીના રહેશે ચાર હાથ, બે ગ્રહોની યુતિ રાતોરાત બનાવશે ધનવાન
Budh-Shukra Yuti 2023: બુધ અને શુક્ર ગ્રહની યુતિના કારણે લક્ષ્મી નારાયણ યોગ સર્જાશે. આ યોગના કારણે કેટલીક રાશિના જાતકો માટે શુભ સમય શરૂ થવાનો છે. 25 જુલાઈએ બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર ગ્રહ પહેલાથી જ છે. એક રાશિમાં બે ગ્રહના પ્રવેશના કારણે લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે
Budh-Shukra Yuti 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ જ્યારે ગોચર કરે છે ત્યારે તેનો પ્રભાવ 12 રાશિના લોકોના જીવન પર પણ પડે છે. ઘણી વખત ગ્રહોના ગોચરના કારણે વિશેષ સ્થિતિ પણ સર્જાતી હોય છે. આ પ્રકારના યોગના કારણે પણ લોકોના જીવન ઉપર સારો અને ખરાબ પ્રભાવ જોવા મળે છે. આવા જ ખાસ યોગનું નિર્માણ આવનારા દિવસોમાં થવાનું છે. બુધ અને શુક્ર ગ્રહની યુતિના કારણે લક્ષ્મી નારાયણ યોગ સર્જાશે. આ યોગના કારણે કેટલીક રાશિના જાતકો માટે શુભ સમય શરૂ થવાનો છે. 25 જુલાઈએ બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર ગ્રહ પહેલાથી જ છે. એક રાશિમાં બે ગ્રહના પ્રવેશના કારણે લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 25 જુલાઈ થી 7 ઓગસ્ટ સુધી આ યોગ રહેશે જેના કારણે ત્રણ રાશિના લોકોને લાભ થશે.
બુધ શુક્રની યુતિથી આ 3 રાશિને થશે લાભ
આ પણ વાંચો:
ફટકડીના આ ચમત્કારી ઉપાય દુર કરી શકે છે જીવનની કોઈપણ સમસ્યા, ઉપાય કરવામાં પણ છે સરળ
Budh Uday 2023: બુધ ગ્રહ થશે ઉદય, જાણો કઈ કઈ રાશિને આ બુધ ગ્રહના ઉદય થવાથી થશે ફાયદો
આજે ગુરુવાર અને કામિકા એકાદશીનો દુર્લભ સંયોગ, આજે વ્રત કરવાથી પાપ કર્મથી મળશે મુક્તિ
મિથુન રાશિ
મિથુન રાશિમાં બુધ ત્રીજા અને પાંચમા ભાવમાં રહેશે તેવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. અચાનક અઢળક ધન પ્રાપ્ત થશે દરેક ક્ષેત્રમાંથી સફળતા મળશે. નોકરી કરતા લોકોને પદ્દોનતી પ્રાપ્ત થશે આ સિવાય કાર્ય સ્થળ પર તમારા કામની પ્રશંસા થશે.
કન્યા રાશિ
આ રાશિના જાતકોને પણ લક્ષ્મીનારાયણ યોગથી લાભ થવાનો છે. બિઝનેસમાં સફળતા મળશે આ સમય દરમિયાન ભાગ્યનો પૂરો સાથ મળશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે.
તુલા રાશિ
આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પણ સુધરશે. અટકેલા કામ પૂર્ણ થશે. ધનની તંગી થી મુક્તિ મળશે. જો રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા તો આ સમય શુભ છે. નોકરી શોધતા લોકોને પણ સફળતા મળશે. બિઝનેસ સંબંધીત યાત્રા કરી શકો છો.
(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAKતેની પુષ્ટિ કરતું નથી.)