નવી દિલ્હીઃ શું તમે તુલસીના છોડા પ્રકારો વિશે જાણો છો. તુલસીના છોડનો એક પ્રકાર એવો હોય છે જેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઊર્જાનો ઘરમાં સંચાર થાય છે. એટલા માટે જ વન તુલસીનું છોડ ક્યારેય ઘરમાં ના લગાવવું જોઈએ. આ છોડ લગાવવાથી ઘરમાં મુશ્કેલીઓનો પહાડ તૂટી શકે છે. તો આવો જાણીએ આ છોડને ઘરમાં લગાવવાથી કેવી સમસ્યાનો તમારે સામનો કરવો પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરમાં નકારાત્મ ઊર્જાનું થશે સંચાર
તુલસીના છોડના અનેક પ્રકાર હોય છે. જેમાં રામૃશ્યામ, વન તુલસી સહિતના અનેક પ્રકાર છે. જેમાં વન તુલસીના છોડને ક્યારેય ઘરમાં ના લગાવવું જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગશે. જેની અસરથી તમારા ધારેલા કામમાં તમને સફળતા નહીં મળે. સાથે આ છોડ લગાવવાથી ઘરમાં ઝઘડા થવાનું પ્રમાણ વધી જશે.


આ પણ વાંચોઃ ક્યાંક આત્માને ખવડાવવામાં આવે છે ભોજન, તો ક્યાંક ફેંકવામાં આવે છે લોટ


ઘરકંકાસનો કરવો પડશે સામનો
એવું કહેવાય છે વન તુલસીનું છોડ ઘરમાં લગાવવું એટલે ઘરકંકાસને આમંત્રણ આપવા સમાન છે. આ છોડ લગાવવાથી પારિવારીક ઝઘડા વધી જાય છે. તમારા ઘરના સભ્યો સાથેના સંબંધોમાં ખટાસ આવવા લાગે છે. વન તુલસીનું છોડ ઘરમાં લગાવવાથી માણસ ચારેતરફથી સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.


રાહુની દશા તમારી દશા બદલશે
વન તુલસી ઘરમાં રાખવાથી વાસ્તુ દોષની સમસ્યા પણ ઊભી થાય છે. આ છોડના લીધે બાળકોના ભવિષ્ય પર નકારાત્મક અસર પડે છે. આ છોડના લીધે કુંડળીમાં રાહુની દશા ખરાબ થઈ શકે છે. જેની અસરના લીધે તમારા ઘરની સ્થિતિ ડામાડોળ થઈ શકે છે. જેથી વન તુલસીનું છોડ ભૂલથી પણ ઘરમાં ના લગાવવું જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube