Shani Dosh: શનિની સાડાસાતી અને પનોતી ખૂબ જ કષ્ટ આપે છે. તેથી જ લોકો પનોતીનું નામ આવતા જ ડરી જાય છે. ખાસ કરીને જો કુંડળીમાં શનિ ગ્રહ અશુભ હોય તો જાતકને શનિ પીડા વધારે સહન કરવી પડે છે. શનિ દોષમાં વ્યક્તિને શારીરિક, માનસિક, આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી તકલીફ તમારા જીવનમાં પણ હોય અને તમે શનિદોષના કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો 15 જુલાઈ અને શનિવારનો દિવસ ખાસ દિવસ સાબિત થઈ શકે છે. આ દિવસે પ્રદોષ વ્રત છે અને જો તમે શનિવારે કેટલાક ઉપાય કરી લેશો તો શનિદેવ સંબંધિત કષ્ટથી રાહત મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


7 ઓગસ્ટ સુધી આ રાશિ પર માતા લક્ષ્મીના રહેશે ચાર હાથ, આ રાશિના લોકો રાતોરાત બનશે અમીર


ફટકડીના આ ચમત્કારી ઉપાય દુર કરી શકે છે જીવનની કોઈપણ સમસ્યા, ઉપાય કરવામાં પણ છે સરળ


Budh Uday 2023: બુધ ગ્રહ થશે ઉદય, જાણો કઈ કઈ રાશિને આ બુધ ગ્રહના ઉદય થવાથી થશે ફાયદો


પંચાંગ અનુસાર હાલ મેષ રાશિ અને વૃશ્ચિક રાશિના લોકો પર શનિની પનોતીનો પ્રકોપ છે. સાથે જ મકર, કુંભ અને મીન રાશિ ઉપર પણ સાડાસાતીનો પ્રભાવ છે. આ રાશિના જાતકો જો 15 જુલાઈ અને શનિ પ્રદોષ વ્રતના દિવસે કેટલાક ઉપાય કરે તો સાડાસાતીના કારણે તેમને થતી માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે.


15 જુલાઈ 2023 અને શનિવારે શનિ પ્રદોષ વ્રત છે. આ દિવસે ભોળાનાથની ઉપાસના કરવાથી અને વ્રત કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. સાથે જ કાળા કપડામાં અડદ બાંધી અને શનિદેવને અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી શનિદેવની કૃપા વ્યક્તિ ઉપર રહે છે અને શનિ દોષથી રાહત મળે છે.


 
(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAKતેની પુષ્ટિ કરતું નથી.)