ઘરના આંગણે આવેલ સાધુ રૂપિયા માંગે તો શું કરશો? જાણીતા પ્રેમાનંદ મહારાજે આપ્યો આનો જવાબ
premanand maharaj ka katha : જાણીતા પ્રેમાનંદ મહારાજે ઘર આંગણે સાધુ સંતો સાથે કેવો વહેવાર કરવો તે તેમના પ્રવચનમાં જણાવ્યું
premanand maharaj ka pravachan : હિન્દુ ધર્મમાં સાધુઓનું હંમેશાથી ખાસ મહત્વ રહેલું છે. આપણે તેમને ભગવાનની જેમ પૂજીએ છીએ. લોકો હંમેશા એવું ઈચ્છે છે કે, તેમની આંગણે આવેલા સાધુ સંતો ક્યારેય નારાજ થઈને પાછા ન ફરે. સાધુઓ હંમેશા જરૂરિયાતી વસ્તુઓની ભીક્ષા માંગે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આંગણે આવતા સાધુઓ રૂપિયા માંગતા થયા છે. આવામાં પ્રખ્યાત પ્રેમાનંદ સાધુએ ઘરની બહાર રૂપિયા માંગતા સંતો સાથે કેવો વહેવાર કરવો તે જણાવ્યું.
પ્રેમાનંદ સ્વામીએ હાલમાં જ એક પ્રવચનમાં જણાવ્યું કે, જો ગરની બહાર કોઈ સાધુ સંત આવી જાય તો તેમની સાથે કેવા પ્રકારનો વહેવાર કરવો.
પ્રેમાનંદ મહારાજ કહે છે કે, જો તમારા ઘરની બહાર કોઈ સાધુ સંત આવી જાય તો તેમને તમારા મધુર અવાજથી રાધે શ્યામ કે રાધે રાધે કહીને સ્વાગત કરો. પરંતુ જો કોઈ સાધુ રૂપિયા માંગે છે તો તમે કહો કે, અમારી શ્રદ્ધા છે, પરંતુ સામ્યર્થ નથી. આવુ કહેતા સમયે કોઈ સંકોચ ન રાખવો જોઈએ.
તમે તેમને કહો કે, ઘરે આવેલા સાધુઓને અમે પાણી પીવડાવી શકો છો. ખવડાવી શકીએ છીએ. પરંતુ જો તેઓ રૂપિયા માંગવા પર અડી જાય તો તેમને પ્રેમથી વિદાય આપો.
સ્વામી મહારાજ કહે છે કે, આવુ કરવા પર કોઈ અપરાધ નથી થતો. આપણે મધુર વચનથી સાધુ સંતોને કહી દીધુ છે અને છતા સાધુ સંતો એવુ કહે કે, અમે ખાલી હાથે જઈ રહ્યાં છીએ તો તમે નષ્ટ થઈ જશો. તો પ્રેમથી તેમને જવા દો.
સાધુઓના આ બોલથી ક્યારેય ડરવુ ન જોઈએ. તે તમારા સુખ જોઈને બળી રહ્યા છે. તેથી તેઓ આવું બોલે છે.
પ્રેમાનંદ મહારાજ કહે છે કે, સાધુઓ દ્વારા રૂપિયા માંગવાની વાત આજ સુધી અમે ક્યાય વાંચી નથી. કોઈ પણ વિષય માટે રૂપિયા માંગવાની વાત અમે વાંચી નથી.