Grah Gochar 2024: ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ ગ્રહ ગોચર પણ શરૂ થઈ ગયું છે. ફેબ્રુઆરી મહિનામાં મંગળ, બુધ, શનિ, શુક્ર અને સૂર્ય રાશિ પરિવર્તન કરશે. જેનો પ્રભાવ 12 રાશિના લોકોના જીવન પર જોવા મળશે. 1 ફેબ્રુઆરીના રોજ બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થયું છે. બુધ ગ્રહે મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે પાંચ ફેબ્રુઆરીના રોજ મંગળ રાશિ પરિવર્તન કરીને મકરમાં ગોચર કરશે. ત્યાર પછી 8  ફેબ્રુઆરીએ બુધ ગ્રહ મકર રાશિમાં જ અસ્ત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 ફેબ્રુઆરીએ ન્યાયના દેવતા શનિ પોતાની જ રાશિ કુંભમાં અસ્ત થઈ જશે. તેના બીજા દિવસે 12 ફેબ્રુઆરીએ શુક્ર મકર રાશિમાં ગોચર કરશે. આમ મકર રાશિમાં ત્રિગ્રહી યોગ સર્જાશે. ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં સૂર્ય ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરશે. આમ ફેબ્રુઆરી મહિનાના શરૂઆતના બે સપ્તાહમાં ગ્રહોનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ રાશિ પરિવર્તન ત્રણ રાશિના લોકોને લાભ જ લાભ કરાવશે. તો ચાલો તમને જણાવીએ એ ત્રણ રાશિ કઈ છે. 


આ પણ વાંચો: કઈ રાશિઓને ફળશે ફેબ્રુઆરી મહિનો અને કઈ રાશિએ રહેવું સાવધાન જાણવા વાંચો માસિક રાશિફળ


મેષ રાશિ


મેષ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. ફેબ્રુઆરી મહિનાના ગ્રહ ગોચરના કારણે આ રાશિના લોકોને નોકરીથી લઈ વેપારમાં પણ સફળતા પ્રાપ્ત થશે. આ રાશિના લોકોને પ્રમોશન મળી શકે છે અને સાથે જ સમાજમાં માન સન્માન પણ વધશે. જે લોકો રાજકારણ સાથે સંકળાયેલા છે તેમને સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમયે ખૂબ જ સારો છે. તેમને તેમની મહેનતનું યોગ્ય ફળ પ્રાપ્ત થશે.


આ પણ વાંચો: Hindu Temple: દેશના આ 6 મંદિરો છે એવા જ્યાં ફક્ત હિન્દુઓ જ કરી શકે છે દર્શન


વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકો માટે પણ ફેબ્રુઆરી મહિનામાં થનાર ગ્રહ ગોચર લાભકારી રહેશે. વૃષભ રાશિના લોકોને આ સમય દરમિયાન ભાગ્યનો સાથ મળશે. જે લોકો વિદેશ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને સફળતા પ્રાપ્ત થશે. રોકાણથી લાભ પ્રાપ્ત થશે. વૃષભ રાશિના લોકો ધર્મ કર્મ કરવા ઉપરાંત તીર્થયાત્રા પર જઈ શકે છે. અટકેલું ધન પ્રાપ્ત થશે.


આ પણ વાંચો: Astro Tips: આ દેવી-દેવતાઓ કાજુના ભોગથી તુરંત થાય છે પ્રસન્ન, જીવનમાં કરે છે ધન વર્ષા


કર્ક રાશિ


કર્ક રાશિના લોકો માટે પણ ફેબ્રુઆરી મહિનો સુખદાયી રહેવાનો છે. આ રાશિના લોકોના માન સન્માનમાં વધારો થશે. રોકાણથી લાભ થવાની સંભાવના છે. નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ છે. નોકરીને વેપારમાં ફાયદો થશે. જે લોકો નવો વેપાર શરૂ કરવા માંગે છે તેમના માટે આ સારો સમય છે. જીવનસાથી અને પરિવાર સાથે સમય સારો પસાર થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)