Navratri 2023: હિન્દુ ધર્મમાં નવરાત્રિના 9 દિવસનું ખૂબ મહત્વ છે. આ 9 દિવસો દરમિયાન માતા જગદંબાની આરાધના કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘરમાં ઘટસ્થાપના એટલે કે ગરબો પધરાવવામાં આવે છે અને સાથે જ અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. કલશની સ્થાપના કરવાની સાથે નવ દિવસ સુધી માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આસો માસની એકમની તિથિએ ઘટસ્થાપન કરવામાં આવે છે. ધર્મ અનુસાર ઘટસ્થાપન શુભ સમયે કરવું જોઈએ. કલશ અથવા ગરબાની સ્થાપનાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે દુર્લભ સંયોગો બની રહ્યા છે જેના કારણે નવરાત્રિ ખૂબ જ શુભ થવા જઈ રહી છે. જો કે નવરાત્રિના પ્રથમ દિવસે 3 કલાકનો સમય એવો છે જેમાં ઘટસ્થાપન કરવાની મનાઈ છે. તો ચાલો તમને જણાવીએ ઘટસ્થાપના કરવાનો શુભ સમય કયો છે. 


ગરબાની સ્થાપના માટેનો શુભ સમય


આ પણ વાંચો:


Shani Amavasya: 14 ઓક્ટોબરે શનિ અમાવસ્યા, આ નાનકડો ઉપાય કરવાથી શનિ દોષથી મળશે મુક્તિ


દિવાળી પહેલા આ રાશિના લોકોને લાગશે લોટરી, ઘરમાં થશે માતા લક્ષ્મી અને કુબેરની પધરામણી


આ રાશિના લોકો માટે વર્ષ 2024 અતિ શુભ, નોકરીમાં પ્રમોશનથી લઈ સંપત્તિ સંબંધિત થશે લાભ
 
એકમની તિથિ 14 ઓક્ટોબરે રાત્રે 11:24 વાગ્યે શરૂ થશે અને 15 ઓક્ટોબરે બપોરે 12:32 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે શારદીય નવરાત્રિ માટે ગરબાની સ્થાપનાનો શુભ મુહૂર્ત બપોરે 11:45 સુધી રહેશે. ત્યારપછી 3 કલાક સુધી ઘટસ્થાપન કરવું નહીં. આ પછી બપોરે 2.45 વાગ્યા પછી ગરબાની સ્થાપના કરી શકાય છે. ઘટસ્થાપન સવારે 11:45 પહેલાં કરવું સૌથી વધુ શુભ રહેશે. 


નવરાત્રિ દરમિયાન ન કરવી આ ભુલ


- નવરાત્રીનો સમય ખૂબ જ પવિત્ર છે. આ સમય દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ.


- નવરાત્રિના 9 દિવસ દરમિયાન ભુલથી પણ કોઈ મહિલા કે છોકરીનું અપમાન ન કરો. આમ કરવાથી માતા દુર્ગા નારાજ થશે. અને તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.


- નવરાત્રિના 9 દિવસ દરમિયાન તામસિક ભોજન ન કરવું. તામસિક વસ્તુઓ ઘરમાં પણ ન લાવવી. આ દિવસો દરમિયાન ઘરમાં પવિત્રતાનું ખાસ ધ્યાન રાખો.


- નવરાત્રિ પહેલા ઘરની સારી રીતે સાફ કરો. ઘરમાંથી કચરો અને નકામી વસ્તુઓ ફેંકી દો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)