Jain Samaj Diksha : અમદાવાદ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે. પહેલીવાર 35 મુમુક્ષ એકસાથે દીક્ષા લીધી. હસતા મોઢે તમામ દીક્ષાર્થીઓ સંયમના માર્ગે નીકળી પડ્યા છે. તમામ દીક્ષાર્થીઓના વાળની એક લટ ખેંચીના આચાર્ય ભગવંતે સાંસારિક મોહથી તમામને દૂર કર્યા હતા. સાબરકાંઠાનું ભંડારી દંપતી 500 કરોડની સંપત્તિ છોડીને સંયમના માર્ગે નીકળી પડ્યુ. તો 35 માંથી 18 મુમુક્ષુ 18 વર્ષની નીચેની વયના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ભવ્ય આયોજન
અમદાવાદના 5 દિવસીય દીક્ષા મહોત્સવના આજે પાંચમા દિવસે એકસાથે 35 મુમુક્ષુઓએ દીક્ષા લીધી છે. તેઓએ દીક્ષા લેતા પહેલા દર્શનાર્થી અને સાંસારિક પરિવારને વંદન કર્યા હતા. તમામ મુમુક્ષુને આચાર્ય ભગવંત દ્વારા રજોહરણ અર્પણ કરાયુ હતુ. સંયમના માર્ગે જતા પણ દીક્ષાર્થીઓના ચહેરા પર સુખદ આનંત પ્રવર્તતો હતો. તમામ સાધુ મુમુક્ષુને અક્ષતથી વધારવામાં આવ્યા હતા. હવે તેમના સંયમી નામકરણ કરાશે. 


અમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ


ઉછામણી 5.29 કરોડની થઈ
રવિવારે અમદાવાદમાં ૩૫ મુમુક્ષુઓની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી, જેમાં હાથી, ઘોડા, ઊંટગાડીઓ, બળદગાડા, શણગારેલા રથો ઉપરાંત વિન્ટેજ કારોમાં બેસીને દીક્ષા લેતાં પહેલાં છૂટા હાથે ચલણી નોટો, વસ્ત્રો, વાસણો, મોતી વગેરેનું દાન કરવામાં આવ્યું હતું. ૩૫ મુમુક્ષુઓ દ્વારા ૬૮ લાખ રૂપિયાનું વર્ષીદાન કરવામાં આવ્યું હતું અને ઉપકરણોની ઉછામણી ૫,૨૯,૮૭,૦૦૩ રૂપિયા થઈ હતી. તેમાં સૌથી વધુ ઉછામણી રુચિકુમારી મહેન્દ્રભાઈ અંગારાને ઉપકરણો વહોરાવવા માટે રૂ. ૬૯,૯૧,૨૨૨ની બોલવામાં આવી હતી. વર્ષીદાનના વરઘોડામાં આશરે ૪૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપરાંત આશરે દસ હજાર ભાવિકો જોડાયા હતા, જ્યારે રાજનગર અમદાવાદના આશરે પાંચ લાખ લોકોએ વિવિધ સ્થળેથી વરઘોડાના દર્શન કર્યા હતા.


ભાજપની પ્રચંડ વિજયગાથાનો પ્રારંભ : મુકેશ દલાલ લડ્યા વગર વિજેતા, સુરતમાં કમળ ખીલ્યું


[[{"fid":"546904","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"jain_diksha_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"jain_diksha_zee2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"jain_diksha_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"jain_diksha_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"jain_diksha_zee2.jpg","title":"jain_diksha_zee2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


દીક્ષા લેનારા 11 થી 56 વર્ષના
અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર નિર્માણ કરવામાં આવેલી ભવ્ય, દિવ્ય અને સુરમ્ય અધ્યાત્મ નગરીમાં પૂજ્ય આચાર્યદેવ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે મુમુક્ષુઓ દીક્ષા લેશે. 11 વર્ષની ઉંમરનાં બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ સુધીના 35 મુમુક્ષુઓ દીક્ષા લેશે. જૈન દીક્ષા લેનારા 35 મુમુક્ષુમાંથી કેટલાક વેપારી છે, તો કેટલાક વિદ્યાર્થી અને ગૃહિણી પણ છે. અમદાવાદમાં યોજાનારા આ મહોત્સવમાં અમદાવાદમાં રહેતા 9 મુમુક્ષુ દીક્ષા લેવા જઈ રહ્યા છે, જેમાં એક સંપૂર્ણ પરિવાર, એક પતિ-પત્નીની જોડી, એક સગાં ભાઈ-બહેન સહિત એક મુમુક્ષુ દીક્ષા લેવા જઈ રહ્યાં છે. જ્યારે 12 મુમુક્ષુ સુરતના છે. સુરતનો 25 વર્ષનો યુવક દીક્ષા લેશે, જે CA ઇન્ટરમીડિયેટ અને ગાયક-સંગીતકાર છે. આ પ્રસંગે દેશભરમાંથી મોટી સંખ્યાામા જૈન શ્રદ્ધાળુઓ હાજર રહેશે. દીક્ષા લેનારા ૩૫ મુમુક્ષુઓના વરસીદાનનો ભવ્ય વરઘોડો તા. ૨૧ એપ્રિલના સવાર કાઢવામાં આવશે, જેની લંબાઈ આશરે ૧ કિલોમીટર જેટલી હશે. જે 35 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરવાના છે, તેમાં 10 મુમુક્ષુઓ તો 18 વર્ષની નીચેનાં છે. તેઓ પોતાનાં માતાપિતાની સંમતિથી દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે.


[[{"fid":"546905","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"jain_diksha_zee3.jpg","field_file_image_title_text[und][0][value]":"jain_diksha_zee3.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"jain_diksha_zee3.jpg","field_file_image_title_text[und][0][value]":"jain_diksha_zee3.jpg"}},"link_text":false,"attributes":{"alt":"jain_diksha_zee3.jpg","title":"jain_diksha_zee3.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


કોણે કોણે દીક્ષા લીધી
1. સુરતના સંજયભાઈ માણિકચંદ સાદરીયા ટેક્સટાઇલ માર્કેટમાં મોટા વેપારી છે. તેમના પુત્રે અને પુત્રીએ વર્ષ ૨૦૨૧માં દીક્ષા ગ્રહણ કરી હતી. હવે સંજયભાઈ અને તેમનાં શ્રાવિકા બીનાબહેને દીક્ષા લીધી  
2. મુંબઈમાં રહેતા કાપડના વેપારી જશવંતભાઈ શાંતિલાલ શાહ અને તેમનાં શ્રાવિકા દીપિકાબહેન અમદાવાદમાં દીક્ષા ગ્રહણ કરી. તેમના બે જોડિયા પુત્રો અગાઉ જ દીક્ષા ગ્રહણ કરી ચૂક્યા છે.
3. જશવંતભાઈના નાના ભાઈ મુકેશભાઈના પરિવારમાં તેમનાં શ્રાવિકા મોનિકાબહેન ઉપરાંત પુત્ર હિત અને પુત્રી ક્રિશા છે. હવે સમગ્ર પરિવાર સર્વસ્વનો ત્યાગ કર્યો
4. સુરતમાં રહેતાં જગદીશભાઈ મહાસુખલાલ શાહ અને તેમનાં શ્રાવિકા શિલ્પાબહેન દીક્ષા અંગિકાર કર્યો. તેમનો એકનો એક પુત્ર ૨૦૨૧માં દીક્ષા અંગિકાર કરી ચૂક્યો છે.
5. મુંબઈમાં રહેતી હીનલકુમારી સંજયભાઈ જૈન ડિજીટલ માર્કેટિંગમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે, જેમણે દીક્ષા લીધી 
6. અમદાવાદનો મુકેશભાઈ ૧૨મા ધોરણમાં સમગ્ર સિરોહી જિલ્લામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા હતા, જેણે દીક્ષા લીધી 
7. સુરતમાં રહેતા દેવેશ નંદિષેણભાઈ રાતડિયા ગાયક અને સંગીતકારે દીક્ષા લીધી
8. અમદાવાદના ૧૮ વર્ષના હિત મુકેશભાઈ શાહે દીક્ષા લીધી
9. સુરતનો હેત મયુરભાઈ શાહ 13 વર્ષની નાની વયે દીક્ષા લીધી


જય ભવાની! રૂપાલામાં ડેમેજ કન્ટ્રોલ કરવા મેદાનમાં ઉતર્યા ભાજપના બે મોટા નેતા


કેવી રીતે લેવાય છે દીક્ષા
જૈન સમાજમાં દીક્ષાનું અનેરું મહત્વ હોય છે. જેમાં લોકો સાંસારિક મોહમાયા ત્યજીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે. જેમાં લોકો પોતાની ધન, દૌલત બધુ જ પાછળ છોડીને સંયમના માર્ગે નીકળી જતા હોય છે. જૈન સમાજની આ વિધિ એક કઠિન પરીક્ષા છે. પરંતુ બધાની દીક્ષા મળતી નથી. જૈન સમાજની ભગવતી દીક્ષા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ બ્રહ્મચર્ય અને ઔચર્ય જેવા પાંચ મહાવ્રતનું પાલન કરવું પડે છે. સંસારના બધા જ મોહ ત્યજી દીક્ષાર્થીઓ ધન મિલકતનું દાન કર્યા પછી સમગ્ર જીવન પોતાની પાસે કોઈ પણ પ્રકારની ધન મિલકત રાખતા નથી. સંધ્યા બાદ આ જૈન સાધી સાધ્વીઓ ભોજન અને પાણી ગ્રહણ કરતા નથી તો બપોરે પણ ભોજન માટે ઘરોઘર ગોચરી લેવા જવું પડે છે. તો સાથે જ સમગ્ર જીવન વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યા વિના માત્ર સ્વાધ્યાય, સેવા અને વૈયાવચ દ્વારા જીવન નિર્વાહ કરવું પડે છે.


જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા પહેલા અનેક પ્રસંગો યોજાતા હોય છે. દીક્ષાર્થીઓ માટે માળા મુહૂર્ત, સ્વસ્તિક વિધિ યોજાયા બાદ તેમના સંપૂર્ણ ધન મિલકતનું દાન કરવા વર્શિદાન યોજવામાં આવે છે. પહેલાના સમયમાં દીક્ષાર્થીઓ જાહેર માર્ગ પર પોતાની પાસે રહેલી બધું ધન લોકોને દાન કરતા હતા જો કે હવે મોટાભાગે લોકો દીક્ષા સ્થળ પર હાજર લોકોને એક બાદ એક દાન આપતા હોય છે. આ દાન આર્થિક રૂપે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે અને લોકો મુમુક્ષુ આત્માઓના આશીર્વાદ રૂપ તેને સ્વીકાર કરે છે. વર્શિદાન બાદ તેમનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજવામાં આવે છે જે તેમના જીવનના આ મોટા બદલાવ માટે ખૂબ મહત્વ ધરાવે છે. વિદાય બાદ દીક્ષાર્થીઓ પોતાનું વેશ પરિવર્તન કરી રંગબેરંગી કપડાં મૂકી સાધુઓના સફેદ વસ્ત્ર ધારણ કરી પોતાના શરીરના વાળનું પણ ત્યાગ આપે છે. તો ગુરુ ભગવંતો દ્વારા દીક્ષાર્થીઓને પાઠ ભણાવ્યાના એક સપ્તાહ બાદ તેમની વડી દીક્ષા યોજાય છે જેમાં શાસ્ત્રોક્ત વિધિ થકી તેમને પૂર્ણરૂપે સાધુ માનવામાં આવે છે.


ભાજપ વન-વે જીતી જશે! કુંભાણીની ગેમ ઓવર બાદ સુરતમાં 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા