Vastu Tips For Dhan Labh: દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચડાવ આવે છે. જીવનમાં ક્યારેક સુખનો સમય આવે છે તો ક્યારેક દુઃખ પણ ભોગવવા પડે છે. વ્યક્તિનો સમય બદલે છે ત્યારે તેને કારકિર્દી, સંબંધો, ધન, ધાન્ય સંબંધિત ઘણી બધી તકલીફો ભોગવવી પડે છે. પરંતુ જો તમારા જીવનમાંથી દુઃખ દૂર થવાનું નામ ન લેતા હોય અને અનેક પ્રયત્ન કર્યા છતાં પણ સફળતા ન મળતી હોય તો તમે સુખ સૌભાગ્ય વધે તેવા વાસ્તુના ઉપાય અપનાવી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં એવા કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાની સાથે જ વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થવા લાગે છે અને ભાગ્ય સાથ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તુ શાસ્ત્રના કેટલાક મહત્વના નિયમો


આ પણ વાંચો:


કરોડપતિને પણ કંગાળ બનાવે છે આ આદતો, તમને પણ હોય આ 4 માંથી કોઈ એક તો તુરંત બદલજો


દુર્ભાગ્ય દુર કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધારે છે રાઈના આ ટોટકા, કરજથી પણ થશો મુક્ત


ગરુડ પુરાણ અનુસાર જે ગૃહિણી રસોડામાં રોજ કરે છે આ કામ ત્યાં માતા લક્ષ્મી કરે છે વાસ


- જો સારા સ્વાસ્થ્યની કામના હોય તો ક્યારેય પણ બીમની નીચે બેસીને કામ કરવું કે સુવું નહીં. જો ઘરમાં બીમ નીચે બેડ આવતો જ હોય તો તે જગ્યા પર લાકડાની વાંસળી લટકાવી દેવી. 


- જો તમારા ઘરમાં ધન આવતું હોય પણ ટકતું ન હોય તો ધન સંબંધિત વસ્તુ દોષ પર ધ્યાન આપવું. ઘરમાં રહેલા કબાટને ક્યારેય ખુલ્લા ન મુકવા આ સિવાય ઘરમાં કોઈપણ જગ્યાએ નળ માંથી પાણી ટપકતું ન હોય તે વાતનું ધ્યાન રાખવું 


- જો તમારી ઈચ્છા હોય કે તમારું ઘર સુખ સમૃદ્ધિથી છલોછલ રહે તો સાંજ પછી ક્યારેય ઘરમાં કચરા કે પોતા કરવા નહીં. સંધ્યા સમયે કચ્છના પોતા કરવાથી માતા લક્ષ્મી રુષ્ટ થાય છે.


- પૈસા રાખવાની તિજોરી કે કબાટ ઉત્તર દિશા તરફ ખુલે તે રીતે રાખવો જોઈએ. ઉત્તર દિશા ભગવાન કુબેરની દિશામાં માનવામાં આવે છે તિજોરી ને આ દિશામાં રાખવાથી ધનની આવક વધે છે.


- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ સમૃદ્ધિ મુખ્ય દ્વારથી જ આવે છે તેથી ઘરના મુખ્ય દ્વારને હંમેશા સ્વચ્છ રાખવો અને તેના ઉપર માંગલિક ચિન્હો બનાવવા. 


આ પણ વાંચો:


બાળક ભણવામાં કરતું હોય આળસ તો સ્ટડી રુમમાં રાખો આ છોડ, અભ્યાસમાં વધશે રુચિ


માત્ર રક્ષાબંધનના દિવસે ખુલે છે આ ચમત્કારી મંદિરના દ્વાર, જાણો મંદિરનું રહસ્ય


- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સફાઈ કર્યા પછી સાવરણીને કોઈ ખુલ્લી જગ્યાએ રાખવી જોઈએ નહીં. હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં બહારથી આવનાર વ્યક્તિની નજર ન પડે.


- ઘરમાં સુખ શાંતિ માટે નિયમિત પૂજા કરવી જરૂરી છે. જે ઘરમાં સવારે અને સાંજે ભગવાનની પૂજા થાય છે ત્યાં સુખ સૌભાગ્ય વધે છે. સાથે જ વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે ઘરમાં મંદિર ઇશાન ખૂણામાં રાખવું. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)