Garuda Purana: કરોડપતિને પણ કંગાળ બનાવે છે આ આદતો, તમને પણ હોય આ 4 માંથી કોઈ એક તો તુરંત બદલજો
Garuda Purana: ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિને જો ગરીબી ભોગવવી પડે છે તો ઘણી વખત તેની પાછળ તેની આદતો જ જવાબદાર હોય છે. એવી કેટલીક આદતો છે જેના કારણે માતા લક્ષ્મી રૂષ્ટ થાય છે. આવી આજે તો ધરાવનાર વ્યક્તિ કેટલી પણ મહેનત કરે તે ક્યારેય સમૃદ્ધ બની શકતો નથી. એટલું જ નહીં કરોડપતિ હોય તે વ્યક્તિ પણ આ આદતોના કારણે કંગાળ બની જાય છે.
Trending Photos
Garuda Purana: ગરુડ પુરાણ હિંદુ ધર્મના 18 મહાપુરાણમાંથી એક છે. ગરુડ પુરાણમાં વ્યક્તિના જીવન મૃત્યુ અને મૃત્યુ પછીની સ્થિતિ ને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ગરુડ પુરાણ નું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ગરુડ પુરાણમાં આધ્યાત્મિક જ્ઞાનની સાથે પૌરાણિક કથાઓ અને જીવન જીવવાના નૈતિક પાઠ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણના નીતિસાર ખંડમાં ભગવાન વિષ્ણુ દ્વારા જણાવાયેલા વ્યક્તિ માટેના નીતિ નિયમોની પણ ચર્ચા કરવામાં આવી છે. તેમાંથી કેટલીક આદતોની ચર્ચા પણ છે જે વ્યક્તિની દરિદ્રતાનું કારણ બને છે
ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિને જો ગરીબી ભોગવવી પડે છે તો ઘણી વખત તેની પાછળ તેની આદતો જ જવાબદાર હોય છે. એવી કેટલીક આદતો છે જેના કારણે માતા લક્ષ્મી રૂષ્ટ થાય છે. આવી આજે તો ધરાવનાર વ્યક્તિ કેટલી પણ મહેનત કરે તે ક્યારેય સમૃદ્ધ બની શકતો નથી. એટલું જ નહીં કરોડપતિ હોય તે વ્યક્તિ પણ આ આદતોના કારણે કંગાળ બની જાય છે
માતા લક્ષ્મીને નારાજ કરે છે આ આદતો
આ પણ વાંચો:
1. જે લોકો સવારે મોડે સુધી સુતા રહે છે તેમના પર માતા લક્ષ્મીની કૃપા ક્યારેય નથી થતી. સૂર્યોદય પછી પણ પથારીમાં સુતા રહેવાથી ઘરમાં વધે છે. ગરુડ પુરાણ અનુસાર દરેક વ્યક્તિએ સૂર્યોદય સુધીમાં જાગી જવું જોઈએ
2. જે લોકો રોજ સ્નાન કરતા નથી અને ગંદા કપડાં પહેરી રાખે છે તેમનાથી પણ માતા લક્ષ્મી નારાજ રહે છે. આ રીતે રહેનાર વ્યક્તિ દરિદ્રતાને આમંત્રણ આપે છે. જો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો નિયમિત સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી પૂજા પાઠ કરીને જ અન્ન ગ્રહણ કરવું જોઈએ.
3. ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિની વાણીમાં મીઠાશ ન હોય તે વ્યક્તિ હંમેશા દરિદ્ર રહે છે. જે વ્યક્તિ પોતાના અપશબ્દો અને કડવી વાણીથી અન્યને નારાજ કરે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા પણ થતી નથી.
4. ગરુડ પુરાણ અનુસાર પોતાની સંપત્તિ પર અભિમાન કરનાર અને અન્યને નબળા સમજી તેનું અપમાન કરનાર પણ દરિદ્ર બની જાય છે. જે વ્યક્તિને ધન પર અભિમાન હોય તેના ઘરમાં માતા લક્ષ્મી વાસ કરતા નથી. ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ પાસે ધન હોય તેને સ્વભાવમાં વિનમ્રતા રાખી યથાશક્તિ દાન કરવું જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે