Astro Tips: રસોડામાં રોજ ઉપયોગમાં આવતી આ વસ્તુનું દાન કરવાથી ગ્રહદોષ થાય છે દૂર
Astro Tips: જરૂરી છે કે અશુભ ગ્રહોનો પ્રભાવ ઘટે તે માટે ઉપાયો કરવામાં આવે. આવા ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવા માટે તમે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનું દાન કરી શકો છો.
Astro Tips: જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ મહત્વનો ગ્રહ નબળો હોય અથવા તો અશુભ સ્થિતિમાં હોય તો તેના જીવનમાં તેણે ઘણી સમસ્યાઓનું સામનો કરવો પડે છે. જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવતી હોય તો તેનું કારણ ઘણી વખત ગ્રહ દોષ હોય છે. સમયાંતરે ગ્રહનું ગોચર પણ થાય છે અને તેના કારણે પણ જાતકો સમસ્યાઓમાં ઘેરાઈ જતા હોય છે. તેવામાં જરૂરી છે કે અશુભ ગ્રહોનો પ્રભાવ ઘટે તે માટે ઉપાયો કરવામાં આવે. આવા ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવા માટે તમે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનું દાન કરી શકો છો. આ વસ્તુઓનું દાન કરવાથી ગ્રહદોષ દૂર થઈ શકે છે.
શનિ દોષ
શનિદોષને દૂર કરવા માટે સરસવના તેલ, કાળા તલ નું દાન કરી શકાય છે. આ વસ્તુઓનું દાન કરવાથી શનિની કુદ્રષ્ટિથી મુક્તિ મળે છે. શનિ દોષના કારણે જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે. તેથી શનિ ગ્રહને મજબૂત કરવા માટે આ વસ્તુઓનું દાન કરવાથી કષ્ટથી મુક્તિ મેળવી શકાય છે.
આ પણ વાંચો:
શા માટે જૂતા-ચપ્પલ ઊંધા હોય તો માનવામાં આવે છે અશુભ, ધન-સંપત્તિ સાથે છે સંબંધ
મહાશિવરાત્રી પહેલા આ 3 રાશિના જીવનમાં સર્જાશે તાંડવ, શનિ સૂર્યની યુતિ કરાવશે હાનિ
ગુરુ દોષ
દેવગુરુ બૃહસ્પતિને મજબૂત કરવા માટે રસોડામાં ઉપયોગમાં લેવાતી હળદર, કેસર, કેળા અને પીળી વસ્તુઓનું દાન કરી શકાય છે. ગુરુદોષ હોય ત્યારે જાતકના લગ્નમાં સમસ્યાઓ આવે છે અને તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થાય છે
સૂર્ય દોષ
જો કુંડળીમાં સૂર્ય નબળી સ્થિતિમાં હોય અથવા તો તેના કારણે દોષ થતો હોય તો રસોડામાં બનેલું શુદ્ધ ઘી, કેસર અથવા તો ઘઉંનું દાન કરવું જોઈએ. તેનાથી સૂર્ય મજબૂત સ્થિતિમાં આવે છે અને વ્યક્તિને સફળતા મળે છે.
આ પણ વાંચો:
16 વર્ષના હોય છે ગુરુની મહાદશા, આ સમય દરમિયાન વ્યક્તિને મળે છે અપાર સંપત્તિ-કીર્તિ
ચંદ્ર દોષ
જો કુંડળીમાં ચંદ્રનો દોષ હોય તો દૂધ, ચોખા જેવી સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. સફેદ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્ર મજબૂત થાય છે. ચંદ્રની મજબૂત કરવા માટે તુલસીમાં જળ પણ અર્પણ કરવું જોઈએ. તેનાથી વ્યક્તિ માનસિક રીતે મજબૂત થાય છે.
મંગળ દોષ
કુંડળીમાં જો મંગળ ગ્રહ મજબૂત સ્થિતિમાં ન હોય તો તેનો દોષ દૂર કરવા માટે લાલ રંગના ફળ અથવા તો શાકભાજીનું દાન કરવું જોઈએ. આ ઉપરાંત ઘઉંના લોટમાંથી બનેલા પુડલા હનુમાનજીને ચડાવવા જોઈએ. તેનાથી મંગળની સ્થિતિ મજબૂત થાય છે અને પરેશાનીઓથી મુક્તિ મળે છે.