Friday Remedies: શુક્રવારે માતા લક્ષ્મીને ચઢાવો આમાંથી કોઈ એક વસ્તુ, તુરંત સર્જાશે ધનપ્રાપ્તિના યોગ
Friday Remedies: હિંદુ ધર્મ અનુસાર સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. જેમાં શુક્રવાર માં લક્ષ્મીને સમર્પિત છે. માનવામાં આવે છે કે આ દિવસે માં લક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે તો મનની દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે.
Friday Remedies: શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મી ધન આપનાર દેવી છે. તેમના આશીર્વાદ મળી જાય તો ઘરમાં ધાન્યની ખામી સર્જાતી નથી. માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શુક્રવારનો દિવસ ઉત્તમ છે. શુક્રવારના દિવસે શ્રદ્ધાપૂર્વક માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જે ઘરમાં માતા લક્ષ્મીની પૂજા થાય છે ત્યાં સુખ-શાંતિ બની રહે છે. શુક્રવારનો દિવસ શુક્ર ગ્રહ સંબંધિત પણ છે. શુક્ર ગ્રહ પણ ધન પ્રેમ અને સમૃદ્ધિનો કારક ગ્રહ છે. શુક્રવારે કેટલાક ઉપાય કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે અને શુક્ર ગ્રહને મજબૂત કરી શકાય છે. આજે તમને આવા જ ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ જેના કરવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને અચાનક ધનલાભના યોગ પણ સર્જાય છે.
શુક્રવારના ચમત્કારી ઉપાયો
આ પણ વાંચો: રાહુની શુભ દૃષ્ટિ આ 3 રાશિઓને આપશે અપાર સંપત્તિ સાથે સફળતા, 2 ડિસેમ્બર સુધી શુભ સમય
1. શુક્રવારના દિવસે સવારે ગાયને રોટલી ખવડાવવી જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
2. શુક્રવારે સાંજના સમયે માં લક્ષ્મી ઘરમાં આવે છે આ સમયે ઘરમાં અંધારું રાખવું નહીં. આખા ઘરમાં લાઈટ ચાલુ રાખવી.
આ પણ વાંચો: કન્યા રાશિમાં સૂર્યનો પ્રવેશ આ 3 રાશિઓ માટે અશુભ, ધનની બાબતમાં ખાસ સંભાળવું
3. શુક્રવારના દિવસે પીળા કપડામાં પાંચ કોડી, એક ચાંદીનો સિક્કો બાંધીને તિજોરીમાં રાખો. તેનાથી ધન આગમન થવા લાગશે અને કરજમાંથી મુક્તિ મળશે.
4. માં લક્ષ્મીને કમલના ફૂલ સૌથી પ્રિય છે શુક્રવારે સવારે સ્નાન કરીને સફેદ રંગના વસ્ત્ર ધારણ કરી માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરો અને તેમને કમળનું ફૂલ અર્પણ કરો.
5. શુક્રવારના દિવસે કોઈ મંદિરમાં જઈને ગરીબને વસ્ત્રનું દાન કરો આમ કરવાથી પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
આ પણ વાંચો: Bhadra Rajyog 2024: બુધ ગ્રહ બનાવશે અત્યંત શુભ રાજયોગ, 3 રાશિના લોકો પર થશે ધનવર્ષા
6. કહેવાય છે કે ઘરમાં સાફ-સફાઈ હોય તો જ માતા લક્ષ્મી વાત કરે છે શુક્રવારના દિવસે ઘરના મુખ્ય દરવાજાને એકદમ સાફ રાખો ત્યાં ગંગાજળ છાંટો અને દરવાજા પર શુભ-લાભ અને સ્વસ્તિક બનાવો.
7. શુક્રવારે માતા લક્ષ્મીના મંદિરમાં શંખ, કોડી, કમળ, મખાના અર્પણ કરો. તેનાથી ધન લાભ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)