નવી દિલ્હીઃ Guru-Rahu Yuti 2023: જીવનમાં પૈસા કોને નથી જોઈતા. પૈસા કમાવવા માટે લોકો આખી જિંદગી મહેનત કરે છે. ઘણા લોકો પર માતા લક્ષ્મીની કૃપા વરસતી હોય છે, જ્યારે કેટલાક લોકોના હાથમાં એક પૈસો પણ બચતો નથી. ઘણા લોકોની કુંડળીમાં એવા યોગ હોય છે કે પૈસા આપોઆપ તેમની તરફ આકર્ષિત થાય છે. 5 મેના રોજ વર્ષ 2023નું પ્રથમ ચંદ્રગ્રહણ જોવા મળશે. આ ચંદ્રગ્રહણ પહેલા ખૂબ જ શુભ માનવામાં આવતો ગજલક્ષ્મી રાજયોગ રચાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં 22 એપ્રિલે દેવતાઓના ગુરૂ બૃહસ્પતિએ મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો. અહીં રાહુ પહેલાથી હાજર હતા. જ્યારે પણ રાહુલ અને ગુરૂ ગ્રહ કોઈ રાશિમાં મળે છે, ત્યારે ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થાય છે. 5 મેએ બુદ્ધ પૂર્ણિમા પણ છે. આ દિવસે ચંદ્ર ગ્રહણના સમયે પણ ગજલક્ષ્મી રાજયોગની અસર પડશે. ગજલક્ષ્મી રાજયોગની અસર 5 રાશિઓ પર પડશે. આ રાશિઓને મોટો ધનલાભ થવાની સંભાવના છે. આવો જાણીએ કઈ પાંચ લકી રાશિઓ છે. 


આ પણ વાંચોઃ કંગાળ બનાવી શકે છે આ 5 વસ્તુ, સવારે ઉઠીને તેને જોવાનું ટાળો, માનવામાં આવે છે અશુભ


મિથુન
ગજલક્ષ્મી રાજયોગના કારણે મિથુન રાશિની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પ્રોફેશનલ લાઈફમાં પણ તમને સારા પરિણામ મળશે. નોકરીમાં પ્રગતિની સંભાવના છે.


કર્ક રાશિ 
કર્ક રાશિના જાતકોને પણ ગજલક્ષ્મી રાજયોગના કારણે નાણાંકીય લાભ મળવાની સંભાવનાઓ છે. આ સમયગાળા દરમિયાન વ્યાપારીઓને સારી તકો મળશે. આ સિવાય ભાગ્ય પણ તમારો સંપૂર્ણ સાથ આપશે.


કન્યા રાશિ
રાહુ અને બૃહસ્પતિના સંયોગથી બનેલા ગજલક્ષ્મી રાજયોગને કારણે લગ્નજીવન અદ્ભુત રહેશે. આ સિવાય તમે આર્થિક રીતે મજબૂત બનશો. સમાજમાં માન-સન્માન વધશે. વેપારમાં પણ ઉત્તમ પરિણામો પ્રાપ્ત થશે.


આ પણ વાંચોઃ 2 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, સોનાની જેમ ચમકશે ભાગ્ય, થશે ધનવર્ષા


તુલા
તુલા રાશિના લોકોને પણ ગજલક્ષ્મી રાજયોગનો પૂરો લાભ મળશે. જો લાંબા સમયથી અટકેલા કામો હશે તો તે પૂર્ણ થશે. આ સિવાય પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થશે. આ સિવાય પૈસા મળવાની શક્યતાઓ છે.


મીન
મીન રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન, તમે તમારા ખર્ચ પર પણ નિયંત્રણ કરી શકશો. આ સાથે તમને દેવાથી પણ મુક્તિ મળશે.


(Disclaimer: સામાન્ય માન્યતાઓના આધારે આ માહિતી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube