Ganesh Chaturthi 2023: વિઘ્નહર્તા ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. 19 સપ્ટેમ્બર થી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. દસ દિવસ ગણેશ મહોત્સવ દરમ્યાન લોકો ભગવાન ગણપતિની પૂજા અર્ચના કરે છે. આ એવો સમય હોય છે જેમાં ભગવાન ગણેશની પૂજા કરવાથી મનની મનોકામના અચૂક પૂરી થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસારની સમસ્યાઓથી છુટકારો ગણપતિ અપાવે છે. ભગવાન ગણેશના અલગ અલગ સ્વરૂપ હોય છે. ગણેશ મહોત્સવ દરમ્યાન ભગવાનના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવાથી જીવનની અલગ અલગ સમસ્યાઓથી મુક્તિ મળે છે. આજે તમને જણાવીએ ભગવાન ગણેશના કયા સ્વરૂપની પૂજા કરવાથી કઈ સમસ્યાથી મુક્તિ મળે છે. ગણેશ મહોત્સવ દરમ્યાન ભગવાનના આ સ્વરૂપની પૂજા કરવાથી તુરંત ફળ મળે છે.


આ પણ વાંચો:


જૂતા સંબંધિત આ 3 વાતનું જે રાખે ધ્યાન તે ઓફિસમાં ઝડપથી પહોંચે છે ઉચ્ચ પદ પર


Vastu Tips: કોઈપણ દિવસે ન કરી શકાય મંદિરની સફાઈ, જાણો મંદિરની સફાઈ માટે કયો દિવસ શુભ


ઘરમાં ધૂપબત્તી કરવી કે અગરબત્તી ? ઘરની સુખ-સમૃદ્ધિ અને શાંતિ પર તેની કેવી પડે અસર ?


ધનદાતા ગણપતિ


જે લોકોને વેપારમાં સતત નુકસાન થતું હોય અથવા તો ધન કમાતા હોય પરંતુ કોઈને કોઈ કારણોસર ખર્ચ થઈ જતું હોય તો તેમણે ધન દાતા ગણપતિની પૂજા કરવી જોઈએ.


સિદ્ધિદાયક ગણપતિ


ગણપતિજીના આ સ્વરૂપને ચતુર્ભુજ હોય છે. તેમની ચારભુજામાં કમંડળ, અક્ષમાળા, પુષ્પ અને ત્રિશુલ હોય છે. જે લોકો મહેનત કરે પરંતુ તેમને સફળતા પ્રાપ્ત થતી ન હોય તો સિદ્ધિદાયક ગણપતિની સ્થાપના કરીને તેમની પૂજા કરવી જોઈએ.


ઋણમોચન ગણપતિ


જે લોકોએ કરજ લીધું હોય અને અનેક પ્રયત્ન છતાં પણ કરજ ચુકાવી શકતા ન હોય તેમણે રોજ સવારે અને સાંજે ઋણમોચન ગણપતિ ની પૂજા કરવી જોઈએ અને સાથે જ ગણેશસહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ.


વિઘ્નહર્તા ગણેશ


જે લોકોના પરિવારમાં સુખ શાંતિ ન હોય અને વારંવાર કલેશ થતો હોય તેમણે વિઘ્નહર્તા ગણપતિની આરાધના કરવી જોઈએ.


સંતાન ગણપતિ


એવા દંપતિ જે લાંબા સમયથી સંતાન સુખથી વંચિત છે તેમણે સંતાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ ભગવાનના આશીર્વાદથી તેમની સંતાન પ્રાપ્તિની કામના ઝડપથી પૂરી થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)