Vastu Tips: કોઈપણ દિવસે ન કરી શકાય મંદિરની સફાઈ, જાણો મંદિરની સફાઈ માટે કયો દિવસ શુભ

Vastu Tips: ઘણા લોકોને આદત હોય છે કે જ્યારે ફ્રી પડે ત્યારે મંદિરની પણ સફાઈ કરી લેતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં મંદિરની સફાઈ કરવા માટેના શુભ અને અશુભ દિવસો વિશે જણાવવામાં આવ્યું છે જેને ધ્યાનમાં રાખીને જ પૂજા ઘરની સાફ-સફાઈ કરવી જોઈએ. આ બાબતને ધ્યાન રાખીને ઘરમાં સફાઈ કરશો તો ઘરમાં ધન અને સમૃદ્ધિ વધશે. કોઈપણ દિવસે પૂજા ઘરની સફાઈ કરવામાં આવે તો તેનાથી ગરીબી અને કષ્ટ વધે છે.

Vastu Tips: કોઈપણ દિવસે ન કરી શકાય મંદિરની સફાઈ, જાણો મંદિરની સફાઈ માટે કયો દિવસ શુભ

Vastu Tips: હિન્દુ ધર્મમાં રોજ સવારે અને સાંજે ભગવાનની પૂજા કરવાનું અને પ્રાર્થના કરવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તેથી જ દરેક વ્યક્તિ પોતાના ઘરમાં એક નાનકડું મંદિર અચૂક બનાવે છે. જેથી રોજ ઘરમાં પૂજા પાઠ થાય. કરવા નિયમિત પૂજા પાઠ કરવાથી વાસ્તુદોષથી પણ મુક્તિ મળે છે અને જીવનમાંથી સંકટ દૂર થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર રોજ ઘરમાં પૂજા પાઠ કરવાથી દેવી-દેવતાઓની કૃપા પણ ઘરમાં રહે છે. પરંતુ મંદિરમાં પૂજા કરવાના, પૂજાનો સામાન રાખવાનો અને પૂજા ઘરની સાફ-સફાઈ કરવાના પણ કેટલાક નિયમો હોય છે. શાસ્ત્રો અનુસાર જો આ નિયમોને ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં સુખ-સમૃદ્ધિ સતત જળવાઈ રહે છે.

કયા દિવસે કરવી મંદિરની સાફ-સફાઈ

આ પણ વાંચો:

ઘણા લોકોને આદત હોય છે કે જ્યારે ફ્રી પડે ત્યારે મંદિરની પણ સફાઈ કરી લેતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં મંદિરની સફાઈ કરવા માટેના શુભ અને અશુભ દિવસો વિશે જણાવવામાં આવ્યું છે જેને ધ્યાનમાં રાખીને જ પૂજા ઘરની સાફ-સફાઈ કરવી જોઈએ. આ બાબતને ધ્યાન રાખીને ઘરમાં સફાઈ કરશો તો ઘરમાં ધન અને સમૃદ્ધિ વધશે. કોઈપણ દિવસે પૂજા ઘરની સફાઈ કરવામાં આવે તો તેનાથી ગરીબી અને કષ્ટ વધે છે.

શાસ્ત્ર અનુસાર રોજ પૂજા કરતા પહેલા સાફ-સફાઈ કરવી જોઈએ. પરંતુ મંદિરને જો ચોખ્ખું કરવું હોય તો તેના માટેનો સૌથી સારો દિવસ શનિવાર હોય છે. શનિવારના દિવસે મંદિરની સાફ-સફાઈ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરના આર્થિક સંકટ પણ દૂર થવા લાગે છે.

કયા દિવસે મંદિરની સફાઈ ન કરવી

આ પણ વાંચો:

શાસ્ત્ર અનુસાર મંદિરની સાફ-સફાઈ ક્યારે ગુરુવારે કે એકાદશીની તિથિ પર ન કરવી. આ બે દિવસો દરમિયાન મંદિર સાફ કરવાથી સૌભાગ્ય પણ દુર્ભાગ્યમાં બદલી જાય છે. 

આ સિવાય રાત્રે પણ પૂજા સ્થળની સાફ-સફાઈ કરવાની ભૂલ ન કરવી જોઈએ. રાત્રે પૂજા સ્થળની સાફ-સફાઈ કરવાથી માતા લક્ષ્મી રૃષ્ટ થાય છે અને વ્યક્તિ કંગાળ બની જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news