દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખુબ જ ધામધૂમ અને  હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. 10 દિવસ સુધી ચાલતા આ તહેવારમાં લોકો ગણપતિ બાપાને ઘરે લાવે છે અને તેમની સ્થાપના કરે છે. આ દરમિયાન જ્યાં સુધી ગણપતિ ઘરમાં બિરાજમાન હોય છે ત્યાં સુધી તેમની પૂરેપૂરી વિધિ વિધાનથી અને શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત ઠેર ઠેર મંડપ લાગે છે અને ગણેશજીની ઉપાસના કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગણેશજીને પ્રથમ પૂજ્ય ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે અને કોઈ પણ મંગળ કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા કરવાનું શુભ મનાય છે. તુલસીને પણ પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. પરંતુ ગણપતિજીને તુલસી ચડાવવાનું વર્જિત મનાય છે. જાણો તેની પાછળનું કારણ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૌરાણિક કથા
પૌરાણિક કથા મુજબ એકવાર ભગવાન ગણેશ ગંગા કાઠે તપસ્યા કરી રહ્યા હતા અને તે દરમિયાન ધર્માત્મજના પુત્રી તુલસી પોતાના લગ્નની ઈચ્છાથી તીર્થ યાત્રા પર નીકળ્યા. તમામ તીર્થસ્થળોનું ભ્રમણ કરતા તેઓ ગંગા નદીના કાંઠે પહોંચ્યા. જ્યાં ગણેશજી રત્નજડિત સિંહાસન પર  બિરાજમાન થઈને તપસ્યામાં મગ્ન હતા. તેમના આખા શરીર પર ચંદન લગાવેલું હતું અને કંઠમાં પારિજાતના ફૂલોની માળા સહિત અનેક હાર સુશોભિત હતા. 


ગણેશજીના આ મોહક સ્વરૂપને જોતા દેવી તુલસી તેમના પર મોહિત થયા અને તેમના મનમાં વિવાહની ઈચ્છા પેદા થઈ. આ ઈચ્છાથી તેમણે ગણેશજીનું ધ્યાન ભંગ કર્યું. ધ્યાન ભંગ થતા તુલસીએ ગણેશજી સમક્ષ પોતાની ઈચ્છા પ્રગટ કરી તો ગણેશજીએ એ પ્રસ્તાવ ઠુકરાવતા કહ્યું કે હું બ્રહ્મચારી છું. જેના કારણે દેવી તુલસીએ ક્રોધિત થઈને તેમને શ્રાપ આપ્યો કે તમારી એક નહીં પરંતુ બે બે શાદી  થશે અને તમારી શાદી કોઈ અસુર સાથે થશે. 


શ્રાપ સાંભળતા જ ગણેશજી પરેશાન થઈ ગયા અને દેવી તુલસીની માફી માંગવા લાગ્યા. ગણેશજીએ તુલસીને કહ્યું કે તમારા વિવાહ એક શંખચૂર્ણ નામના એક અસુર સાથે થશે અને તમને ભગવાન વિષ્ણુ તથા શ્રી કૃષ્ણના પ્રિય હોવાના કારણે કળિયુગમાં સંસાર માટે મોક્ષપ્રદાયિની માનવામાં આવશો. પરંતુ મારી પૂજામાં તુલસી ચઢાવવાનું શુભ નહીં મનાય. જેના કારણે આજે પણ ભગવાન ગણેશજીની પૂજામાં તુલસી ચડાવવામાં આવતી નથી. 


(ડિસ્ક્લેમર- અહીં અપાયેલી તમામ જાણકારીઓ સામાજિક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિત છે. ઝી24કલાક તેની પુષ્ટિ કરતું નથી. આ માટે કોઈ એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લેવી.)