Ganesh Chaturthi 2024: આ વર્ષે 2 દિવસ હશે ચતુર્થી તિથિ, જાણો ગણેશ સ્થાપના કયા દિવસે કરવાની ?
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીનો પર્વ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. આ સમય એવો હોય છે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશ 10 દિવસ માટે ધરતી પર પોતાના ભક્તોની સાથે રહે છે. ગણેશજી ભક્તોના દુ:ખ દુર કરી તેમને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
Ganesh Chaturthi 2024: ગણેશ ઉત્સવની રાહ લોકો આખું વર્ષ જોતા હોય છે. ગણેશ ચતુર્થીની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થાય છે. જોકે દેશભરમાં મહારાષ્ટ્રનો ગણેશ ઉત્સવ સૌથી પ્રખ્યાત હોય છે. 10 દિવસ માટે ગણપતિજી પોતાના ભક્તોની વચ્ચે રહે છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી ચૌદશની તિથિ સુધી ગણેશોત્સવ ચાલે છે.
આ પણ વાંચો: આજથી બુધ ગ્રહે બદલી ચાલ, માર્ગી થઈ 3 રાશિને નોકરીમાં પ્રમોશનની સાથે અપાર ધન અપાવશે
આ સમય દરમિયાન ગણેશજીની વિધિ વિધાનથી ઘરમાં અને જાહેર જગ્યાઓએ સ્થાપના કરવામાં આવે છે. 10 દિવસ સુધી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશેષ પૂજા અર્ચના પછી દસમા દિવસે ભગવાનનું વિસર્જન કરવામાં આવે છે. લોકો ઘરમાં પણ ગણપતિજીની સ્થાપના કરતા હોય છે. ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આજે તમને જણાવીએ આ વર્ષે ગણેશ ચતુર્થી કઈ તારીખે આવશે અને ગણેશ સ્થાપનાનું શુભ મુહૂર્ત કયું છે.
આ પણ વાંચો: 3 રાશિઓ માટે સપ્ટેમ્બર મહિનો સૌથી સારો, બુધ, સૂર્ય અને શુક્રના મહાગોચરથી મળશે ધનલાભ
ગણેશ ચતુર્થીની તારીખ
પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની ચતુર્થીની તિથિ આ વર્ષે 6 અને 7 સપ્ટેમ્બરે આવી રહી છે. ચતુર્થીની શરૂઆત 6 સપ્ટેમ્બરે બપોરે 3.01 મિનિટથી થશે જે બીજા દિવસે એટલે કે 7 સપ્ટેમ્બરે સાંજે 5.37 મિનિટ સુધી રહેશે. ઉદયા તિથિ અનુસાર ગણપતિ સ્થાપના 7 સપ્ટેમ્બરે કરવામાં આવશે. એટલે કે 17 સપ્ટેમ્બર સુધી ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના થશે અને પછી તેમની વિદાય થશે. ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બર 2024 ના રોજ કરવામાં આવશે.
આ પણ વાંચો: ઘી-ગોળનો આ ઉપાય રાતોરાત બનાવશે અરબપતિ, બુધવારે કરવાથી સર્જાશે અચાનક ધનલાભના યોગ
ગણેશ સ્થાપના અને પૂજાનું મુહૂર્ત
આ વર્ષે ગણેશજીની સ્થાપના કરવા માટે સૌથી શુભ મુહૂર્ત 7 સપ્ટેમ્બરે સવારે 11:10 થી બપોરે 1.39 સુધી રહેશે. આ વર્ષે ગણેશ સ્થાપનાનું મુહૂર્ત 2.29 મિનિટ સુધી ચાલશે. આ સમય દરમિયાન માન-સન્માન અને હર્ષોલ્લાસ સાથે ગણપતિજીનું સ્વાગત કરવામાં આવશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)