ગરુડ પુરાણને મહાપુરાણ તરીકેનો દરજ્જો અપાયેલો છે. ગરુડ પુરાણ જીવન, મૃત્યુ અને ત્યારબાદ આત્માના સફર, પુર્નજન્મ વિશે જણાવે છે. હિન્દુ ધર્મમાં વ્યક્તિના મોત બાદ તેના દાહ સંસ્કાર કરાય છે. ત્યારબાદ 13માની વિધિ કરાય છે. આ સાથે જ મૃતકના આત્માની શાંતિ માટે પિંડદાન, તર્પણ વગેરે કર્મકાંડ કરાય છે. ગરુડ પુરાણમાં આતમામ કર્મકાંડનું મહત્વ અને તેના કારણ જણાવવામાં આવ્યા છે. આ જ કારણ છે કે 16 સંસ્કારમાં મૃત્યુને અંતિમ સંસ્કાર ગણવામાં આવે છે. હવે સવાલ એ છે કે મૃત્યુ બાદ આત્મા ક્યાં જાય છે. જો પુર્નજન્મ થાય તો ક્યારે અને કેટલા દિવસ બાદ થાય છે. આ સાથે જ અંતિમ યાત્રા પર નીકળેલા આત્મા સાથે શું શું થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃત્યુ બાદ ક્યાં જાય છે આત્મા?
ગરુડ પુરાણ મુજબ મૃત્યુ બાદ આત્મા લાંબી સફર કરે છે. આત્માને યમલોક લઈ જવાય છે. જ્યાં યમરાજ સામે તેના સારા ખરાબ કર્મોનો હિસાબ થાય છે. ત્યારબાદ તેના આધાર પર તેના આગળના ભવિષ્યનું નિર્ધારણ થાય છે. જો વ્યક્તિના ખરાબ કર્મ હોય તો યમદૂત તે આત્માને સજા આપે છે. જ્યારે સારા કર્મો કરનારી આત્માની આ સફર આરામદાયક રહે છે. ગરુડ પુરાણ મુજબ યમરાજ સુધી પહોંચવા માટે આત્માએ લગભગ 86 હજાર યોજનનું અંતર કાપવું પડે છે. 


આ રીતે નક્કી થાય છે પુર્નજન્મ
ગરુડ પુરાણ મુજબ વ્યક્તિના કર્મોના આધારે જ તેના પુર્નજન્મને નક્કી કરાય છે. પાપી વ્યકિતના આત્માને નરકમાં મોકલવામાં આવે છે. જ્યારે પવિત્ર અને પુણ્ય આત્માને તો જન્મ-મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળી જતી હોય છે અને સ્વર્ગમાં સ્થાન મળે છે. જ્યારે વ્યક્તિનો આત્મા તેના કર્મો પ્રમાણે સજા ભોગવી લે તો તેને બીજો જન્મ મળે છે. આગામી જન્મ કઈ યોનિમાં મળશે તે કર્મોના આધારે નક્કી થાય છે. ગરુડ પુરાણ મુજબ મૃત્યુના 3 દિવસ બાદથી લઈને 40 દિવસની અંદર પુર્નજન્મ સામાન્ય રીતે થઈ જાય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube