Chaitra Navratri 2023: ચૈત્રી નવરાત્રિ પૂરી થવામાં હવે ગણતરીના દિવસોની વાર છે. ચૈત્રી નવરાત્રિનો અંતિમ દિવસ ભગવાન રામના જન્મ એટલે કે રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે રામ નવમી 30 માર્ચ 2023 ના રોજ ઉજવાશે. રામનવમી સાથે નવરાત્રિનું પણ સમાપન થશે. નવરાત્રિ પૂરી થાય તે પહેલા જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા ઈચ્છતા હોય તો આ વિશેષ ઉપાય કરી શકો છો. ખાસ કરીને કરજ મુક્તિ માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. નવરાત્રિના દિવસો દરમ્યાન આ ઉપાય કરવાથી જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Akshaya Tritiya 2023: અક્ષય તૃતીયા પર કરો આ વસ્તુઓનું દાન, માં લક્ષ્મી થશે પ્રસન્ન


દુર્ગા અષ્ટમી પર કરો શ્રીદુર્ગાસપ્તશતી પાઠના આ મંત્રોનો જાપ, મળશે માતાજીના આશીર્વાદ


નવરાત્રિની આઠમના દિવસે પાનના પત્તાના કરો આ અચૂક ઉપાય, થશો માલામાલ દુર


- જો તમારા મનમાં કોઈ ઈચ્છા હોય અને તેને પૂરી કરવી હોય તો નવરાત્રિમાં પાંચ પ્રકારના સુકામેવાનો ભોગ માતાજીને ચડાવો. પૂજા કર્યા પછી તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરો. આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે.


- કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો નવરાત્રિ દરમિયાન ઘરમાં તુલસીનો છોડ વાવવો. જો ઘરમાં તુલસીનો છોડ હોય તો એક રૂપિયાનો સિક્કો લઈ પોતાની મનોકામના વ્યક્ત કરી તે સિક્કાને તુલસીના છોડની માટીમાં દબાવી દેવો. આ ઉપાય કરવાથી કરિયરમાં પ્રગતિની તક પ્રાપ્ત થાય છે.


- જો તમે ઘરમાં થતા કલેશથી પરેશાન હોય તો એક પાનનું પત્તું લેવું. તેમાં કેસર મૂકવું અને તે માતાજીને ચઢાવી દેવું. આમ કરવાથી પારિવારિક સંબંધો સુધરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.


- જો તમારી આર્થિક સ્થિતિ નબળી હોય અને તમારા ઉપર કરજનો બોધ હોય તો આ ઉપાય જરૂર કરવો. આર્થિક સ્થિતિ સુધારવા માટે બજારમાંથી ચાંદીનો અથવા તો સોનાનો સ્વસ્તિક અથવા દીવો ખરીદો. તેને માતાજી સામે રાખો અને નવમીના દિવસે પૂજા કરો. પૂજા કર્યા પછી તેને ગુલાબી રંગના કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દો. આમ કરવાથી ધન લાભ થાય છે.