દુર્ગા અષ્ટમી પર કરો શ્રીદુર્ગાસપ્તશતી પાઠના આ મંત્રોનો જાપ, મળશે માતાજીના આશીર્વાદ અને પૈસાથી ભરેલી રહેશે તિજોરી

Chaitra Navratri 2023: જો તમે આ નવરાત્રી દરમિયાન દુર્ગાસપ્તશતીનો સંપૂર્ણ પાઠ ન કરી શક્યા નથી તો મહાઅષ્ટમીના દિવસે અહીં દર્શાવેલા મંત્રોનો જાપ કરી લેવો. આ મંત્રનો જાપ કરવો પણ તમારા માટે કલ્યાણકારી અને શુભ સાબિત થશે. 

દુર્ગા અષ્ટમી પર કરો શ્રીદુર્ગાસપ્તશતી પાઠના આ મંત્રોનો જાપ, મળશે માતાજીના આશીર્વાદ અને પૈસાથી ભરેલી રહેશે તિજોરી

Chaitra Navratri 2023: ચૈત્ર મહિનાની નવરાત્રીનું સમાપન 30 માર્ચે થશે, તે પહેલા 29 માર્ચે મહા અષ્ટમી આવી રહી છે. આ દિવસે ગ્રહ અને નક્ષત્રોનો વિશેષ સંયોગ સર્જાઈ રહ્યો છે. માનવામાં આવે છે કે આ દિવસે જો તમે દુર્ગાસપ્તશતીનો પાઠ કરો છો અથવા તો તેના કેટલાક મંત્રોનો જાપ કરો છો તો પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ પાઠ એક કલ્યાણકારી કવચ તરીકે કામ કરે છે. પરંતુ જો તમે આ સંપૂર્ણ પાઠ ન કરી શકો તો મહાઅષ્ટમીના દિવસે અહીં દર્શાવેલા મંત્રોનો જાપ કરી લેવો. આ મંત્રનો જાપ કરવો પણ તમારા માટે કલ્યાણકારી અને શુભ સાબિત થશે. 

આ પણ વાંચો:

દુર્ગાસપ્તશતી પાઠનું મહત્વ

દુર્ગા સપ્તશતી માં દેવીની આરાધના માટે કેટલાક મંત્રો અને સાધના વિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સર્વાધિક માન્યતા પ્રાપ્ત અને અચૂક સ્ત્રોત તરીકે દુર્ગા સપ્તશતીને મહત્વ આપવામાં આવે છે. ઋષિ માર્કડેય તેની રચના કરી હતી. તેનો એક એક શ્લોક મહામંત્ર છે. જોકે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાનો હોય તો નિયમોનું પાલન કરવું જરૂરી છે. 

દુર્ગા સપ્તશતીના 13 અધ્યાય છે અને તેમાં 700 શ્લોક છે. જેનું વિભાજન પ્રથમ ચરિત્ર મધ્યમ ચરિત્ર અને ઉત્તમ ચરિત્ર તરીકે કરવામાં આવ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ પાઠના શ્લોકની અસર નિશ્ચિત રૂપે થાય છે. નવરાત્રી દરમિયાન આ પાઠ કરવામાં આવે તો જીવનની તમામ પ્રકારની સમસ્યાઓનું નિવારણ થઈ શકે છે. જો તમે આ પાઠ કરી શક્યા નથી તો મહાઅષ્ટમીના દિવસે આ મંત્રનો જાપ કરીને પણ તમે તમારી સમસ્યાનો નિરાકરણ લાવી શકો છો.

આ મંત્રોથી થશે દરેક સમસ્યાનું નિવારણ

સર્વકલ્યાણ મંત્ર
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાથ સાધિકે
શરણ્યેત્રંબકે ગૌરી નારાયણિ નમોસ્તુડતે

બાધા મુક્તિ અને ધન પ્રાપ્તિ મંત્ર
સર્વાબાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત:
મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય

સર્વવિઘ્નનાશક મંત્ર
સર્વબાધા પ્રશમનં ત્રેલોક્યાખિલેશ્વરી
એવમેય ત્વયા કાર્યમસ્માદ્વૈરિ વિનાશમ્

દુર્ગા સપ્તશતી પાઠ કરવાના નિયમ

દુર્ગા સપ્તશતી નો પાઠ નવરાત્રી દરમિયાન કોઈપણ સમયે કરી શકાય છે. જ્યારે પણ પાઠ કરો તેની પહેલા માતાજી સામે ઘીનો દીવો પ્રજવલિત કરવો અને લાલ પુષ્પ અર્પણ કરવા. ત્યાર પછી નિયમપૂર્વક આ પાઠ શરૂ કરવો. દિવસ દરમિયાન તમે જેટલા પણ શ્લોક કરી શકો તેટલું કરવું. આ પાંચ કરો ત્યારે ઘરમાં સાત્વિકતા જાળવવી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news