Numerology: જ્યોતિષશાસ્ત્ર અનુસાર લગ્ન પછી પતિ અને પત્ની એકબીજાના ભાગ્યને પણ અસર કરે છે. અમીર બનવાની ઈચ્છા અને સારો જીવનસાથી મળે તેવી ઈચ્છા દરેક વ્યક્તિની હોય છે. આ બંને ઈચ્છા લગ્ન પછી પૂરી થઈ શકે છે. અંકશાસ્ત્ર અનુસાર જે યુવતીનો મુલાંક ત્રણ હોય તે પોતાના સાસરા માટે ભાગ્યશાળી સાબિત થાય છે. આ મુલાંક ધરાવતી યુવતી સાથે લગ્ન થયાની સાથે જ પતિનું ભાગ્ય બદલી જાય છે અને તે અમીર બને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


સાપ્તાહિક રાશિફળ: મિથુન રાશિ માટે આ સપ્તાહ છે શુભ, જાણો તમારા માટે કેવું હશે સપ્તાહ


ઘરેથી નીકળતા પહેલા બોલવો આ મંત્ર, દરેક કાર્યમાં મળશે સફળતા, સમસ્યાઓ થશે દુર


ગુરુ ગ્રહ વક્રી થઈ ધનના કરશે ઢગલા, તિજોરીમાં જગ્યા કરી રાખે આ 3 રાશિના લોકો


અંકશાસ્ત્ર અનુસાર મુલાંક 3 ધરાવતી યુવતી જન્મથી જ ભાગ્યશાળી. જે યુવતીનો જન્મ મહિનાની 3, 12, 21 અથવા તો 30 તારીખે થયો હોય છે તેનો મુલાંક ત્રણ હોય છે. આ મુલાંક ધરાવતી યુવતી પોતાના પતિ માટે ભાગ્યશાળી સાબિત થાય છે. આ યુવતીને પ્રાપ્ત કરીને યુવકનું ભાગ્ય ચમકી જાય છે. 


મુલાંક 3 હોય તેવી યુવતી સાથે લગ્ન કરનાર વ્યક્તિ લગ્ન પછી અમીર બને છે અને નોકરી ધંધામાં પણ પ્રગતિ કરે છે. મુલાંક 3 ધરાવતી યુવતી સાથે લગ્ન કરનાર વ્યક્તિનો પરિવાર ખુશહાલ અને સમૃદ્ધ જીવન જીવે છે. 


અંકશાસ્ત્ર અનુસાર આ મુલાંક ધરાવતી યુવતી ચતુર પણ હોય છે અને તે પોતાની આવડતના દમ પર સફળતા પ્રાપ્ત કરે છે. મુલાંક 3 નો સ્વામી ગુરુ ગ્રહ છે જેના પ્રભાવથી આ મુલાંક ધરાવતી યુવતીઓ સુખ-સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. તેના ભાગ્યનો ફાયદો તેના પતિને પણ થાય છે. 


આ મુલાંક ધરાવતી યુવતીઓ પોતાના પાર્ટનરને લઈને ઈમાનદાર હોય છે. તે પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરે છે અને જીવનભર તેના પતિ નો સાથ આપે છે. આ મુલાંક ધરાવતી યુવતીઓ પરિવારને સાથે લઈને ચાલે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)