Gold Astrology: સોનુ કીમતી ધાતુ છે અને તેનું જ્યોતિષશાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોનામાં એટલો પાવર હોય છે કે તે નબળા ગ્રહને મજબૂત કરી શકે છે. શરીર પર ધારણ કરવામાં આવતા સોનાના ઘરેણા પણ વ્યક્તિના ભાગ્યને બુલંદ કરે છે. જેમકે કાનમાં સોનુ પહેરવાથી સૂર્યગ્રહ મજબૂત થાય છે અને સમાજમાં માન સન્માન વધે છે. સોનાનો સંબંધ ગુરુ ગ્રહ સાથે પણ છે. જે વ્યક્તિનો ગુરુ ગ્રહ નબળો હોય તે સોનું ધારણ કરે તો તેને ઉર્જા મળે છે અને આત્મવિશ્વાસ વધે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આજથી 10 એપ્રિલ 2025 સુધી આ 3 રાશિઓ ભોગવશે રાજા જેવું સુખ, ઘરમાં થશે ધનના ઢગલા


સોનુ ધારણ કરવાથી અનેક ફાયદા થાય છે પરંતુ કેટલીક રાશિ એવી છે જેમના માટે સોનુ લાભકારી નહીં પરંતુ નુકસાનકારક છે. જ્યોતિષશાસ્ત્રમાં એવી રાશિ વિશે જણાવવામાં આવ્યું છે જેના માટે સોનુ શુભ નથી. આ રાશિના લોકો જો સોનું ધારણ કરે તો તેના દુર્ભાગ્યનું કારણ બને છે. તો ચાલો તમને જણાવીએ કઈ ત્રણ રાશિ એ સોનું ધારણ કરવું નહીં. 


આ ત્રણ રાશિ માટે સોનુ નથી શુભ


આ પણ વાંચો: Vastu Tips: ઘરની દક્ષિણ દિશામાં રાખી લો આ 3 વસ્તુઓ, વધવા લાગશે બેન્ક બેલેન્સ


વૃષભ રાશિ 


વૃષભ રાશિના લોકો સોનું ધારણ કરે તે શુભ માનવામાં આવતું નથી. સોનુ ધારણ કરવાથી માન સન્માન અને આત્મવિશ્વાસ વધે છે. પરંતુ વૃષભ રાશિના લોકોએ જ્યોતિષ શાસ્ત્રીની સલાહ પછી જ સોનું પહેરવું જોઈએ. સોનુ ધારણ કરતા પહેલા આ રાશિના લોકોએ કુંડળી નિષ્ણાંતને બતાવવી જોઈએ 


આ પણ વાંચો: રાજાઓ જેવી જીંદગી જીવશે આ 3 રાશિના લોકો, ડિસેમ્બરમાં શુક્રના ડબલ ગોચરથી વરસશે ધન


મિથુન રાશિ 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિના લોકોએ પણ સોનું ધારણ કરવું નહીં. આ રાશિના લોકો જ્યોતિષશાસ્ત્રની સલાહ વિના સોનું ધારણ કરે તો તેને ખરાબ પ્રભાવનો સામનો કરવો પડે છે. કામકાજમાં તેમની પ્રગતિ અટકી જાય છે અને સ્વાસ્થ્ય પણ ખરાબ રહે છે. તેમને કારકિર્દીમાં પણ નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. 


આ પણ વાંચો: લક્ષ્મીજીને પ્રિય છે આ રાશિઓ, તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે, દાન-પુણ્યમાં પણ આગળ હોય


કુંભ રાશિ 


કુંભ રાશિ માટે પણ સોનું સારું નથી. સોનાની કોઈપણ વસ્તુ પહેરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ રહે છે. આ રાશિના લોકો સોનુ પહેરે તો સ્વાસ્થ્ય બગડે છે અને બીમારી વારંવાર આવે છે. કારકિર્દીમાં પ્રગતિ પણ અટકી જાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)