નવી દિલ્હીઃ Grah Gochar 2023: જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે તમામ ગ્રહો એક નિશ્ચિત ગતિથી આગળ વધે છે અને આમાં તેઓ પોતાની રાશિ પણ બદલી નાખે છે. કેટલાક ગ્રહો 1 મહિનામાં રાશિ બદલી નાખે છે, જ્યારે કેટલાક ગ્રહો રાશિ બદલવામાં 1 વર્ષથી વધુ સમય લે છે. પરંતુ આ તમામ જ્યોતિષીય ઘટનાઓની અસર રાશિ, દેશ-વિદેશમાં ચાલતી પ્રવૃત્તિઓ પર પડે છે.  તમને જણાવી દઈએ કે મે મહિનામાં ત્રણ મુખ્ય ગ્રહો તેમની રાશિ બદલી નાખશે. આ દરમિયાન સૂર્યએ વૃષભ રાશિમાં ગોચર કર્યું છે, બુધ મેષ રાશિમાં અને શુક્ર મહિનાના અંતમાં કર્ક રાશિમાં ગોચર કરશે. આ સમય દરમિયાન, કેટલીક રાશિઓ છે, જેમને આ સમય દરમિયાન ભાગ્યનો સાથ મળશે. આવો જાણીએ-


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મે મહિનામાં ગ્રહ ગોચરનો આ રાશિઓ પર પડશે શુભ પ્રભાવ
વૃષભ રાશિઃ આ સમયમાં શાંતિ બની રહેશે, માનસિક તણાવ દૂર થશે. અટવાયેલા કાર્ય પૂર્ણ થશે, સાથે પારિવારિક જીવન સુખમય રહેશે. માન-સન્માનમાં વૃદ્ધિના પણ સંકેત મળી રહ્યાં છે. ધનલાભ થઈ શકે છે. 


સિંહ રાશિઃ મે મહિનામાં થઈ રહેલા ગોચરનો શુભ પ્રભાવ પડશે. આ સમયમાં ધાર્મિક કાર્યો પ્રત્યે ઝુકાવ વધશે. શાંતિ અને સુખની પ્રાપ્તિ થઈ શકે છે. આવકમાં વધારાનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં લાભ મળશે. નવા અવસર પણ પ્રાપ્ત થઈ શકે છે. 


આ પણ વાંચોઃ 48 કલાક બાદ આ લોકોને અચાનકથી મળશે અઢળક પૈસા, દરેક કાર્યમાં મળશે અપાર સફળતા!


તુલા રાશિઃ ગ્રહ ગોચરનો શુભ પ્રભાવ તુલા રાશિ પર પડતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થશે અને જીવનશૈલીમાં સુધાર થશે. ધાર્મિક યાત્રા પર જવાની તક મળી શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર કરશો.


વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના જાતકો માટે ગ્રહ ગોચર શુભ માનવામાં આવી રહ્યું છે. આ સમયમાં માન-સન્માન મળશે અને નોકરીમાં નવી તક મળી શકે છે. જીવનમાં સુખ-સમૃદ્ધિનો વધારો થઈ શકે છે. 


ધન રાશિઃ ગ્રહોની બદલતી ચાલનો શુભ પ્રભાવ ધન રાશિ પર પણ પડી શકે છે. આ દરમિયાન પ્રમોશનનો યોગ બની રહ્યો છે. સાથે ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ મજબૂત થઈ શકે છે અને સ્થાન પરિવર્તનનો પણ સંકેત મળી રહ્યો છે. ભાગદોડ રહેશે, પરંતુ તેનું મીઠુ ફળ મળશે. 


આ પણ વાંચોઃ Astrology: આ 5 રાશિવાળા વાતોથી લોકોને બનાવી દે છે દિવાના, સરળતાથી જીતી લે છે વિશ્વાસ


કુંભ રાશિઃ કુંભ રાશિના જાતકો માટે ગ્રહોનું રાશિપરિવર્તન શુભ સાબિત થઈ શકે છે. આ સમયમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. વાહનની ખરીદી પણ કરી શકો છો. વિદ્યાર્થીઓને આ દરમિયાન સારૂ પરિણામ મળશે. 


(Disclaimer:અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 Kalak તેની પુષ્ટિ કરતું નથી)