વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓ ઉપરાંત 9 ગ્રહોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. નવગ્રહ સમયાંતરે રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. જેના કારણે શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. પ્રત્યેક યોગના નિર્માણથી દરેક વ્યક્તિના જીવનમાં ફેરફાર આવતા હોય છે. આ વખતે સપ્ટેમ્બર મહિનામાં ત્રણ મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. જેના કારણે ચાર રાજયોગ બની રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચાંગ મુજબ 4 સપ્ટેમ્બર 2024ના રોજ બુધ દેવે સિંહ રાશિમાં ગોચર કર્યું હતું. ત્યારબાદ 18 સપ્ટેમ્બરના રોજ શુક્ર દેવ તુલા રાશિમાં ગોચર કરશે. જો કે તે પહેલા 16 સપ્ટેમ્બરે સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ થશે. સપ્ટેમ્બરમાં આ 3 ગ્રહોના રાશિ પરિવર્તનથી બુધાદિત્ય યોગ, શુક્રાદિત્ય યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને શશ રાજયોગનું નિર્માણ થશે. આ ચારેય રાજયોગનો પ્રભાવ દરેક વ્યક્તિના જીવન પર જોવા મળશે. પરંતુ 3 રાશિવાળા ખુબ ભાગ્યશાળી રહેશે. જાણો તેમના વિશે....


મિથુન રાશિ
બુધાદિત્ય યોગ, શુક્રાદિત્ય યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને શશ રાજયોગ મિથુન રાશિવાળા માટે ખુશીઓની ચાવી લઈને આવી શકે છે. ધન પ્રાપ્તિની સાથે સાથે યુવાઓને કરિયરમાં ઊંચો મુકામ મળી શકે છે. જે લોકો હજુ અભ્યાસ કરે છે તેમને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરવાની તક મળશે. વડીલોનું સ્વાસ્થ્ય સારું રહેશે. 


કર્ક રાશિ
સપ્ટેમ્બરમાં ચાર રાજયોગ બનવાથી કર્ક રાશિના જાતકોને શુભ ફળ મળશે. 30 સપ્ટેમ્બર 2024 પહેલા વેપારમાં સારી એવી સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓનું સમાજમાં માન સન્માન વધશે. નોકરીયાતોને ઓફિસ સંલગ્ન પરેશાનીઓથી  છૂટકારો મળશે. આ ઉપરાંત પરિણીતોના બિનજરૂરી ખર્ચામાં ઘટાડો થશે જેનાથી સારી એવી બચત થશે. 


કન્યા રાશિ
30 સપ્ટેમ્બર પહેલા નોકરીયાતો પોતાના નામે મોટી પ્રોપર્ટી ખરીદી શકે છે. યુવાઓને માતા પિતા તરફથી કાર ભેટમાં મળી શકે છે. વેપારીઓને પરિજનો સાથે વિદેશ ટુર કરવાની તક મળી શકે છે. કન્યા રાશિના લોકોને માથાના દુખાવામાંથી રાહત મળી શકે છે. ધન પ્રાપ્તિની તકો સર્જાઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)