વૈદિક જ્યોતિષ મુજબ હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ ભગવાન સૂર્યદેવ અને શનિ મહારાજમાં પિતા અને પુત્રનો સંબંધ છે. ગ્રંથોમાં આ બંનેને પરસ્પર એકબીજાના પરમ શત્રુ ગણાવવામાં આવ્યા છે અને તેમની શત્રુતા એટલી ગંભીર છે કે તેઓ એકબીજાને જોવાનું પણ પસંદ કરતા નથી. આ બંને ગ્રહો જ્યારે યુતિ કરે છે કે એકબીજા પર દ્રષ્ટિ નાખે છે તો તેમની ઉર્જામાં ભીષણ ટકરાવની અસર લગભગ તમામ રાશિઓ પર પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્ય અને શનિ 8 સપ્ટેમ્બર 2024ના રોજ એક વિશેષ ખગોળીય સંયોગ બનાવી રહ્યા છે. જેની અસર રાશિઓ પર લાંબા સમય સુધી જોવા મળશે. આ તારીખે આ બંને ગ્રહો એક બીજાની બિલકુલ આમને સામે 180° પર રહેશે. વૈદિક જ્યોતિષમાં આ ઘટનાને પ્રતિયુતિ દ્રષ્ટિ કે સમસપ્તક દ્રષ્ટિ કહે છે. આ બંને ગ્રહોની આ દ્રષ્ટિને અશુભ માનવામાં આવી છે. સૂર્ય અને શનિની સમસપ્તક દ્રષ્ટિ કઈ 3 રાશિઓ માટે ખુબ અશુભ રહેશે તે ખાસ જાણો. 


સૂર્ય અને શનિની સમસપ્તક દ્રષ્ટિની અસર


મેષ રાશિ
સૂર્ય અને શનિની પ્રતિયુતિથી તમારા જીવનમાં મુશ્કેલીઓ વધારી શકે છે. તમારા પ્રયત્નોમાં કોઈ કમી ન હોવા છતાં ભાગ્ય તમારી સાથે ન હોવાના કારણે તમારા કામ બગડી શકે છે. આ કારણસર અનેક સારી તકો પણ તમારા હાથમાંથી નીકળી જશે. વેપારી વર્ગનું આર્થિક નુકસાન વધી શકે છે. નોકરીયાતોને માનસિક તણાવ વધવાની આશંકા છે. વૈવાહિક જીવનમાં લાઈફ પાર્ટનરની સાથે સંબંધ બગડી શકે છે. 


કર્ક રાશિ
સૂર્ય અને શનિની પ્રતિકૂળ સ્થિતિના કારણે તમારા જીવનમાં અનેક ભારે બદલાવ આવી શકે છે. તમે જીવનમાં જે પડકારોનો સામનો કરતા હશો તે પણ ગંભીર બની શકે છે. વેપારમાં મંદી આવવાની આશંકા છે. આ વેપારીઓનો માનસિક તણાવ વધારી શકે છે. હાલ વેપારમાં કોઈ નવું રોકાણ કરતા બચો. જોબ કરનારા લોકો પર કામનો બોજો વધશે. ઓફિસમાં સહકર્મીઓ સાથે ઝઘડા થઈ શકે છે. રાજકારણ સાથે જોડાયેલા જાતકોની પ્રતિષ્ઠા પર લાંછન લાગી શકે છે. 


ધનુ રાશિ
સૂર્ય અને શનિની સમસપ્તક દ્રષ્ટિથી તમારા સ્વભાવમાં કર્કશતા વધવાની આશંકા છે. લોકો સાથે કારણવગર વિવાદ થઈ શકે છે. વેપારમાં પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. વેપારમાં આર્થિક નુકસાન વધવાની આશંકા છે. નોકરીયાતોને નવી જવાબદારી મળવાથી પરેશાની થશે. મિત્રો પર પૂરેપૂરો ભરોસો ન કરો, દગો થઈ શકે છે. કૌટુંબિક વિવાદના કારણે લગ્ન જીવનમાં તણાવ વધશે. દુર્ઘટનાના યોગ બની રહ્યા છે તો સંભાળીને રહો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)