Grah Gochar June 2024: વૈદિક પંચાંગ અનુસાર જૂન મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. કારણ કે આ મહિનામાં સૂર્ય, શુક્ર અને બુધના રાશિ પરિવર્તનની સાથે શનિ પણ પોતાની ચાલ બદલશે. જ્યારે શનિ તેની ચાલ બદલે છે તો તેની અસર દરેક રાશિના લોકોને થાય છે. જૂન મહિનામાં પણ શનિ પોતાની ચાલ બદલી વક્રી થશે. શનિની વક્રી ચાલ કેટલીક રાશિઓ માટે ભારે સાબિત થશે. જો કે 4 રાશિઓ એવી છે જેને શનિ વક્રી થઈ અઢળક લાભ કરાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂન 2024 ગ્રહ ગોચર


આ પણ વાંચો: 27 મે થી 2 જૂન સુધીનો સમય કઈ કઈ રાશિ માટે શુભ, જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ


1 જૂનથી જ ગ્રહ ગોચર શરુ થઈ જશે. જેમાં મંગળના સેનાપતિ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ ભૌતિક સુખ-સુવિધાનો કારક ગ્રહ શુક્ર રાશિ પરિવર્તન કરશે. આ મહિનામાં સૂર્ય અને બુધ પણ રાશિ બદલશે. જો કે સૌથી મહત્વપૂર્ણ ઘટના 29 જૂને સર્જાશે. 29 જૂને શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી થશે. શનિની વક્રી ચાલ 4 રાશિના લોકો માટે શુભ સાબિત થશે. 


વક્રી શનિ 4 રાશિઓને કરાવશે લાભ


આ પણ વાંચો: 31 મેથી બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ, આ રાશિઓ કરિયરમાં પ્રગતિ કરશે, ખૂબ થશે કમાણી


મેષ રાશિ - જૂન મહિનાનું આ ગ્રહ ગોચર મેષ રાશિ માટે શુભ છે. આ રાશિના લોકોને નોકરી-વેપારમાં લાભ થશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. લાંબી યાત્રા પર જઈ શકો છો. નવી તકો પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસ વધશે. વૈવાહિક જીવન ખુશહાલ રહેશે. 


વૃષભ રાશિ - જૂન મહિનો આ રાશિ માટે અત્યંત શુભ રહેશે. અધુરી ઈચ્છા પુરી થશે. ઘરમાં માંગલિક કાર્ય થશે. સંપત્તિ સંબંધિત મોટા કામ પુરા થશે. નવું ઘર કે કાર ખરીદી શકો છો. કરિયરની દ્રષ્ટિએ જૂન  મહિનો સારામાં સારો છે. પ્રમોશન-ઈંક્રીમેંટ મળી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે.


આ પણ વાંચો: રવિવારે શોપિંગ કરો તો ભુલથી પણ ન લેવી આ વસ્તુઓ, કરોડપતિમાંથી થઈ જાશો કંગાળ


સિંહ રાશિ - લાંબા સમય પછી જીવનમાં આનંદ પરત ફરશે. પ્રમોશન મળી શકે છે. જીવનમાં લાભની તકો પ્રાપ્ત થશે. આવકમાં ઝડપથી વધારો થશે. સમસ્યાઓ દુર થવા લાગશે. માન-સન્માન પરત મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 


કન્યા રાશિ - કરિયરમાં લાભ થશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય પુર્ણ થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. અંગતજીવનમાં સમસ્યા આવી શકે છે. પરંતુ ધીરજ રાખવાથી સ્થિતિ નોર્મલ થઈ જશે. અચાનક ધન લાભ થશે. સંતાન સુખ મળશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)