વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુભ યોગ અને રાજયોગ આપણા જીવનમાં એક મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. દેવગુરુ બૃહસ્પતિ અને ચંદ્રમા મળીને શરદ પૂનમમાં દિવસે એટલે કે 28 ઓક્ટોબરના રોજ ગજકેસરી રાજયોગનો શુભ સંયોગ બનાવશે. ખાસ વાત એ છે કે આ દિવસે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ છે. ચંદ્રમા અને ગુરુથી બનનારો ગજકેસરી રાજયોગ તમામ 12 રાશિઓને પ્રભાવિત કરશે પરંતુ 3 રાશિઓ એવી છે કે જેમના માટે તે દુર્લભ સંયોગ જીવનમાં ચમત્કારિક ફેરફાર લાવશે. જાણો આ રાશિઓ વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ રાજયોગ કોઈ વરદાનથી જરાય કમ નહીં હોય. આ યોગના પ્રભાવથી તમને તમારા વ્યવસાયમાં સારી તકો મળશે. વૈવાહિક જીવન શાંતિપૂર્ણ રહેશે અને સાથી સાથે ટ્રાવેલ કરવાની તક મળશે. આર્થિક લાભ માટે ભાગ્ય તમારો સાથ આપશે. વ્યવસાયિક જીવનમાં રોકાણ અને નવી ભાગીદારી બનાવવા માટે સમય સારો રહેશે. આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધેલો રહેશે.


મિથુન રાશિ
બૃહસ્પતિ-ચંદ્રમા મિથુન રાશિના જાતકોની આવકમાં વધારો કરી શકે છે. વ્યવસાયિક જાતકોના નફામાં જબરદસ્ત વધારો થશે. તમારા વેપારને વિસ્તાર મળી શકે છે. તે તમારા સંબંધમાં સુધારો લાવી શકે છે. રાજયોગના કારણે જાતકો ઉર્જાવાન અને સ્વસ્થ મહેસૂસ કરશે. 


કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે કોઈ નવા કામની શરૂઆત માટે સારો સમય રહેશે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. તે ઘરમાં શુભ ધાર્મિક કાર્યક્રમ શરૂ કરવા અને ભગવાનથી આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે સારો સમય રહેશે. પાર્ટનર સાથે સંબંધ મજબૂત રહેશે. ઓક્ટોબરમાં ગજકેસરી રાજયોગ બનવાથી તમે લાઈફમાં ઉર્જાવાન મહેસૂસ કરશો. નવી નોકરી મળવાની પ્રબળ સંભાવના છે. આવકમાં વધારો થઈ શકે છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube