નવું મકાન કે ફ્લેટમાં કરવા માંગો છો ગૃહ પ્રવેશ? તો જાણો 2025ની શુભ તારીખો, મળશે લક્ષ્મીના આશીર્વાદ
Griha Pravesh Shubh Muhurat 2025 Dates: જો તમારું નવું ઘર બની ગયું છે અથવા તો તમે નવો ફ્લેટ લીધો છે અને હવે ગૃહ પ્રવેશનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને વર્ષ 2025ના શુભ મુહૂર્તની તારીખો વિશએ જણાવવા જઈ રહ્યા છે.
Griha Pravesh Shubh Muhurat 2025 Dates List: દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે જીવનમાં પોતાના સપનાનું ખુબસુરત ઘર બનાવે અને પછી શુભ મુહૂર્તમાં ગૃહ પ્રવેશ કરે. તેના માટે તે જીવનભર મહેનત કરે છે. માન્યતા છે કે શુભ તિથિ અને મુહૂર્તમાં કરવામાં આવેલો ગૃહ પ્રવેશ પરિવાર માટે ખુબ જ શુભ રહે છે અને તેમાં રહેનાર પરિવારના તમામ સભ્યોના જીવનમાં તમામ સુખ વૈભવ હાંસિલ થાય છે. શુભ મુહૂર્તમાં પ્રવેશથી તમે વાસ્તુ દોષથી પણ બચી જાવ છો. જો તમે પણ તમારા નવા બનેલા ઘર કે ફ્લેટમાં પ્રવેશની તૈયારી કરી રહ્યા છો તો અમે તમને આગામી વર્ષના શુભ મુહૂર્તો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે વાંચીને તમે તમારો પ્લાન કરી શકો છો.
નવું વર્ષ 2025માં ગૃહ પ્રવેશની શુભ તારીખો
જાન્યુઆરી 2025
તમે જાન્યુઆરી 2025માં 15,20,24, 27 અને 31જાન્યુઆરીના રોજ ગૃહ પ્રવેશ કરી શકો છો. આ તમામ તારીખો પર શુભ મુહૂર્ત ઉપલબ્ધ છે, જેનાથી તમને લાભ થશે.
ફેબ્રુઆરી 2024
ફેબ્રુઆરી 2025માં 3,7,8,10,15,17,19 અને 26 ફેબ્રુઆરી પર શુભ મુહૂર્ત છે. તમે આ દિવસોમાં ગૃહ પ્રવેશનો પ્લાન બનાવી શકો છો.
માર્ચ 2025
માર્ચમાં 6 અને 10 માર્ચની તારીખો શુભ છે. તમે માર્ચમાં પણ ગૃહ પ્રવેશ કરી શકો છો.
મે 2025
મે 2025માં ગૃહ પ્રવેશ માટે માત્ર 14 મેની તારીખ જ ઉપલબ્ધ છે. ગરમીઓમાં તમે આ દિવસે ગૃહ પ્રવેશ કરી શકો છો.
જૂન 2025
જૂન 2025માં પણ તમને ગૃહ પ્રવેશ માટે બસ એક જ શુભ મુહૂર્ત મળશે. તમે 25 જૂને નવા ઘરમાં એન્ટ્રી કરી શકો છો.
ઓક્ટોબર 2025
ઓક્ટોબર 2025માં તમે ગૃહ પ્રવેશ 1 ઓક્ટોબરે કરી શકો છો. આ મહીને આ શુભ તારીખ મળી રહી છે.
આ તારીખોમાં પણ કરી શકો છો ગૃહ પ્રવેશ
જ્યોતિષ શાસ્ત્રીઓ અનુસાર, ઉપરોક્ત શુભ તારીખો સિવાય પણ મહીનામાં અમુક દિવસ એવા હોય છે, જેમાં ગૃહ પ્રવેશ માટે શુભ માનવામાં આવે છે. તેમાં એકાદશી, દ્ધાદશી અને ત્રયોદશીનો સમાવેશ થાય છે. તમે તેમાંથી કોઈ પણ તારીખે ગૃહ પ્રવેશ કરી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)