Gujarat Tourism : મધ્ય ગુજરાતમાં આવેલ અતિપ્રસિદ્ધ ડાકોર મંદિરમાં હવે ભક્તો વીઆઈપી દર્શન કરી કરશે. હવે વ્યક્તિદીઠ 500 રૂપિયામાં ડાકોર મંદિરમાં VIP દર્શન કરી શકાશે. ગુરુવારથી જ VIP દર્શનના નિર્ણયનો અમલ કરાયો છે. જેમાં મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ વસુલાશે. આ ઉપરાંત અન્ય પ્રકારના દર્શનના પણ ચાર્જ વસૂલવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેમ્પલ કમિટીએ સર્વાનુંમતે કેટલાક નિર્ણયો લીધા છે. જેમાં હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને વીઆઈપી દર્શનની સુવિધા આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે વીઆઈપી દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી મંજૂરી મેળવી શકાશે. ભવિષ્યમાં આ માટે મંદિર દ્વારા ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જાહેરના પ્રથમ દિવસે ગુરુવારે જ 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા. 


ગુજરાતના આ મંદિરમાં દોરો બાંધવાથી મટી જાય છે પથરી, બાદમાં પથરી જમા કરાવે છે લોકો


આ પ્રકારના ચાર્જ પણ વસૂલાશે
મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. 


 


Rolls-Royce એ લોન્ચ કરી દુનિયાની સૌથી મોંઘી કાર, આટલી કિંમતમાં તો રાજાનો મહેલ ખરીદી શકાય