Siddhivinayak Temple In Gujarat : અમદાવાદની પાસે મહેમદાવાદમાં આવેલું સિદ્ધવિનાયક મંદિરને મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધવિનાયક મંદિર એશિયાનું સૌથી મોટું સિદ્ધિવિનાયક મંદિર બન્યું છે. આ મંદિરને એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેમદાવાદમાં આવેલું આ સિદ્ધિવિનાયક મંદિર 6 લાખ વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયું છે. જે 121 ફૂટ લાંબું અને 71 ફૂટ ઉંચુ છે. મંદિરમાં લોખંડ અને સિમેન્ટનો ક્યાંય ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયન ટેકનલોજીનો ઉપયોગ કરીને મંદિરની ડિઝાઈન તૈયાર કરવામા આવી છે. આ મંદિરની ખાસિયત એ છે કે તેની ઊંચાઈ પાંચ માળ સુધીની છે. ત્યારે મંદિરને મળેલી આ સિદ્ધિ બહુ જ મોટી છે. તે હવે એશિયાનું સૌથી મોટું ગણપતિ મંદિર બની ગયું છે. રવિવારે મંદિરના પરિસરમાં આ ખિતાબ એનાયત કરાયો હતો. આ પ્રસંગે મંદિર દ્વારા દત્તક લેવાયેલી દીકરીઓને પણ બોલાવવામાં આવી હતી. 


ગુજરાતીઓ માટે ખુલ્યા કેનેડા જવાના દરવાજા, હવે IELTS વગર પણ જઇ શકાય છે, જાણો કેવી રીત


ખિતાબ મળવાની ખુશીમં મંદિરમાં 51 કિલો લાડુની પ્રસાદી અર્પણ કરવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના આ ફેમસ મંદિરમાં દર રવિવારે અને મંગળવારે 5 થી 10 હજાર લોકો દર્શને આવે છે. 


ગણપતિ મંદિરની ખાસિયત
વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ ખાતે 9મી માર્ચ, 2011 અને ફાગણ સુદ ચોથ, સંવત 2067ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ આશરે રૂ. 14 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું મનાય છે. ગણેશ ભગવાનના મંદિરમાં ક્યાંય સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું પરંતુ જમીનની 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર તે ઉભુ કરાયું છે. આ મંદિરમાં વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશનું આ સૌથી મોટું ગણેશ મંદિર શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું છે.


વિનાશના મુખમાં ધકેલાઈ રહ્યાં છે ગુજરાતના જંગલો, એક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો