ગુજરાતની આ પ્રાચીન નદીમાં છે હાડકાં ઓગાળી નાખવાની ક્ષમતા! શનિદેવના ક્રોધથી પણ અપાવે રાહત!
આજે આપણે ગુજરાતની એક એવી નદી વિશે વાત કરીશું જેના વિશે એવું કહેવાય છે કે તે ઉલ્ટી દિશામાં વહે છે. ગુજરાતમાં નદીની વાત કરીએ તો નર્મદા, સાબરમતી, વિશ્વામિત્રી જેવી નદીઓની સાથે સાથે તાપી પણ મુખ્ય નદીઓમાંથી એક છે. સુરત એ તાપી નદી કિનારે વસેલું શહેર છે.
ગુજરાતમાં હાલ ભારે વરસાદના કારણે સ્થિતિ ખુબ ખરાબ છે. સતત વરસાદના કારણે અનેક વિસ્તારો પૂરની ઝપેટમાં પણ આવી ગયા છે. જો કે આજે આપણે ગુજરાતની એક એવી નદી વિશે વાત કરીશું જેના વિશે એવું કહેવાય છે કે તે ઉલ્ટી દિશામાં વહે છે. ગુજરાતમાં નદીની વાત કરીએ તો નર્મદા, સાબરમતી, વિશ્વામિત્રી જેવી નદીઓની સાથે સાથે તાપી પણ મુખ્ય નદીઓમાંથી એક છે. સુરત એ તાપી નદી કિનારે વસેલું શહેર છે.
નર્મદા ઉપરાંત આ એક એવી નદી છે જે પોતાની ઉલ્ટી દિશામાં વહે છે. તાપી નદીને તાપ્તી કે મુલતાઈ નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતની અન્ય નદીઓની જેમ જ આ નદીનો પણ ખુબ જૂનો ઈતિહાસ છે. આજે આ નદી વિશે કેટલીક અજાણી વાતો જાણવાનો પ્રયત્ન કરીશું.
તાપી નદીનું મૂળ
તાપી નદી મધ્ય પ્રદેશના દક્ષિણ મધ્ય ગાવિલગઢની પહાડીઓમાંથી નીકળે છે. આ જગ્યાને મુલતાઈ કહે છે જે બૈતૂલમાં છે. તે મહારાષ્ટ્રમાં સાતપૂડા રેન્જ અને જળગાંવ ક્ષેત્ર વચ્ચે પશ્ચિમ દિશામાં વહે છે અને પછી ગુજરાતમાં સુરતના મેદાની વિસ્તાર તરફ જાય છે. છેલ્લે ખંભાતના અખાતમાં જઈને ભળી જાય છે. તાપી નદીની 3 સહાયક નદીઓ પઁ છે જેને ગિરના, પંજારા અને પૂર્ણા નામથી ઓળખવામાં આવે છે.
આ રીતે પડ્યું નદીનું નામ
તાપી નદીની લંબાઈ 724 કિમી છે અને તે 30,000 વર્ગના ક્ષેત્રમાં વહે છે. હિન્દુ પૌરાણિક કથા મુજબ આ નદીનું નામ ભગવાન સૂર્ય અને દેવી છાયાની પુત્રી દેવી તાપીના શબ્દ પરથી લેવાયો છે. પશ્ચિમ ભારતની આ નદી બૈતૂલથી વહેવાનું શરૂ થાય છે અને પછી સુરતના મેદાની વિસ્તારોમાં આવ્યા બાદ અંતમાં ખંભાત પાસે અરબ સાગરમાં ભળે છે.
તાપીનું મહત્વ
પ્રાચીન કાળથી જ તાપ્તી નદીને હિન્દુ ધર્મમાં ખુબ મહત્વ અપાય છે. એવું પણ કહેવાય છે કે જયારે ભગીરથ રાજા ગંગા નદીને પૃથ્વી ઉપર અવતરણ કરવવા તપ કરતા ત્યારે શુધ્ધ થવા માટે તાપી નદીએ આવતા અને સ્નાન કરતા આામ ગંગા નદી કરતા પણ તાપી નદી જૂની છે અને એટલે જ તાપી માતાને આદી ગંગા પણ કહે છે. આપણે અન્ય નદીઓમાં પાપ ધોવા માટે તેમાં સ્નાન કરવું પડે છે. તેમાં કંઈક અર્પણ કરવું પડે છે. પરંતુ તાપી નદીનું માત્ર સ્મરણ કરવાથી કે નામ લેવાથી જ આપણા સર્વ પાપ ધોવાઈ જાય છે. અન્ય નદીઓની સરખામણીમાં આ નદીમાં હાઈ ક્વોલિટીની ઉપજાઉ માટી છે જે ખેડૂતોને ખુબ ફાયદો પહોંચાડે છે. આ માટીનો ઉપયોગ સિંચાઈના હેતુથી પણ થાય છે.
તાપી નદી સાથે સંકળાયેલા તથ્યો
- તાપી નદી મધ્ય પ્રદેશના બુરહાનપુર અને બૈતૂલ ઉપરાંત ગુજરાતમાં સુરત જિલ્લાને કવર કરે છે.
- તાપી નદીના મહિમાની જાણકારી સ્કંદ પુરાણમાં પણ મળે છે.
- એવું કહેવાય છે કે તાપી નદી શનિ ભગવાનના બહેન છે. આથી જે લોકો શનિથી પરેશાન હોય તેમને આ નદીમાં સ્નાન કરવાથી રાહત મળે છે.
- ક્યારેક તાપી નદીનો ઉપયોગ સુરતમાં સામાનની નિકાસ માટે બંદર વિસ્તાર તરીકે થતો હતો.
હાડકાં ગાળી નાખે છે
ધાર્મિક માન્યતા છે કે તાપ્તી નદી એકમાત્ર એવી નદી છે, જે હાડકાં ગાળી નાખે છે. આ નદીના પ્રવાહમાં લોકો પિંડદાન, તર્પણ અને દીપદાન પણ કરે છે. એવી પણ લોકવાયિકા છે કે નારદ મુનિએ પોતાના કોઢની બીમારીને ઠીક કરવા માટે તાપ્તી નદીનો સહારો લીધો હતો. અહીં તેમણે પોતાની ભૂલનો પશ્ચાતાપ કર્યો અને ત્યારબાદ કોઢ રોગથી મુક્તિ મળી. એવું કહે છે કે જો અકાળ મૃત્યુવાળા વ્યક્તિના હાડકાં તાપ્તી નદીમાં પધરાવવામાં આવે તો મૃતકના આત્માને શાંતિ મળે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)