Gujarat Weather Update In April May : ગ્રહોના દેવ સૂર્ય દેવ 14 એપ્રિલે મેષ રાશિમાં ગોચર કરશે અને 22 એપ્રિલે દેવગુરૂ બૃહસ્પતિ પણ આ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. એવામાં સૂર્ય અને ગુરૂની યુતિથી અમુક રાશિઓના જીવનમાં શુભ અસર જોવા મળશે. પરંતુ તેની વિપરીત અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે. વૈદિક શાસ્ત્રોના અનુસાર દરેક ગ્રહ-નક્ષત્ર એક નિશ્ચિત સમય માટે દરેક રાશિમાં ગોચર કરે છે. જેને આ ગ્રહોનું રાશિ પરિવર્તન કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે ગ્રહોના રાશિ પરિવર્તન દરેકને પ્રભાવિત કરે છે. જેનાથી જાવનમાં સકારાત્મક અને નકારાત્મક બન્ને અસર જોવા મળે છે. સૂર્ય અને ગુરૂની યુતિ સર્જાતા વાતાવરણમાં ફેરફાર કરશે તેવી આગાહી હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે ગ્રહોના દેવ સૂર્ય દેવ 14 એપ્રિલે મેષ રાશિમાં ગોચર કરશે અને 22 એપ્રિલ દેવગુરૂ બૃહસ્પતિ પણ આ રાશિમાં ગોચર કરવાના છે. સૂર્ય અને ગુરૂને વૈદિક જ્યોતિષમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત છે. સૂર્યને અન્ય પ્રમુખ ગુણોમાં આત્મ કહેવામાં આવે છે અને ગુરૂને દેવતાઓનો ગુરૂ માનવામાં આવે છે. સૂર્ય 14 એપ્રિલ સુધી મીન રાશિમાં રહેશે. આ બે મુખ્ય ગ્રહોની યુતિનો દરેક જાતકો પર પ્રભાવ પડશે. સૂર્ય અને ગુરૂની યુતિ અમુક રાશિઓના જીવનમાં શુભ અસર કરી શકે છે. પરંતુ સાથે જ જનજીવને પણ એટલી જ અસર કરી શકે છે. રાજ્યમાં 12થી 19 એપ્રિલ સુધી કમોસમી વરસાદની અંબાલાલની આગાહી કરાઈ છે. તો 19 એપ્રિલ બાદથી ભીષણ ગરમીની આગાહી કરાઈ છે. જેમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચતા ફરી ગરમી અંગ દઝાડશે. 


બાપ રે... કચ્છી કોયલ ગીતા રબારીના ડાયરામાં સાડા ચાર કરોડ રૂપિયા ઉડ્યા


હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હજુ પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એપ્રિલ અને મે મહિનામાં કમોસમી વરસાદ પડી શકે છે. તારીખ 10થી 16 એપ્રિલ વચ્ચે ફરીથી કમોસમી વરસાદ પડી શકે છે.


તેમજ વધુમાં જણાવતા કહ્યું કે અખાત્રીજના દિવસે પણ માવઠું પડી શકે છે. ત્યારે મે મહિનામાં 2થી 8 મે વચ્ચે ફરીથી માવઠું પડશે. તેમજ મે મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે. તો જૂનમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના ભાગોમાં પવન સાથે વરસાદ પડી શકે છે. તો 17 જૂનની આસપાસ પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ જશે. આ સમાચાર ખેડૂતો માટે માઠા સમાચાર બની રહેશે. 


હું તો જોટાણાના મરચા કરતા પણ તીખો છું, મેવાણીએ કોને આવું કહીને રોકડું પકડાવ્યું


ક્યાં ક્યાં વરસાદ પડશે
ગુજરાતમાં માવઠાની અંબાલાલ પટેલ દ્વારા ફરી આગાહી કરવામા આવી છે. તેઓએ એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડવાની પણ આગાહી કરી છે. તો સાથે જ કહ્યું કે, સૂર્ય અને ગુરૂની યુતિ સર્જાતા વાતાવરણમાં ફેરફાર થશે. આજે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. તો 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે. 12થી 15 એપ્રિલ સુધી ફરી કમોસમી વરસાદ પડશે. 12થી 15 એપ્રિલમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વંટોળ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ દિવસોમાં આંધી વંટોળ જેવી અસર ગુજરાતના વાતાવરણમાં વર્તાશે. 


તેમણે ગરમીની આગાહી માટે કહ્યું કે, એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો મહિનો પણ સાબિત થશે. 19 એપ્રિલ બાદ તાપમાન 44, 45 ડિગ્રીએ પહોંચવાની આગાહી છે. તેના બાદ 23 અને 24 તારીખે ફરી માવઠાની આગાહી છે. 


Whatsapp માં પરપુરુષનો મેસેજ જોઈ પતિનો પિત્તો ગયો, પત્ની પર તવીથાથી કર્યો હુમલો