હું તો જોટાણાના મરચા કરતા પણ તીખો છું, મેવાણીએ કોને આવું કહીને રોકડું પકડાવ્યું

Congress MLA Jignesh Mevani : મહેસાણાના એક કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા, ત્યારે ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના ભાષણને અટકાવ્યું હતું

હું તો જોટાણાના મરચા કરતા પણ તીખો છું, મેવાણીએ કોને આવું કહીને રોકડું પકડાવ્યું

Mehsana News : મહેસાણા જિલ્લાના જોટાણા ગામે ડો.આંબેડકરની પ્રતિમાનું અનાવરણ પ્રસંગ યોજાયો હતો. જેમાં જોવા જેવી બની હતી. આ પ્રસંગે મંચ પર ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો એકબીજા સાથે બાખડ્યા હતા. સરકારની નીતિઓ પર ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને ભાજપના ધારાસભ્ય કરસન સોલંકી બાખડ્યા હતા. જેમાં જિજ્ઞેશ મેવાણીએ ભાજપના ધારાસભ્યને રોકડુ પરખાવ્યુ હતું કે, હું તો જોટાણાના મરચા કરતા પણ તીખો છું.

જોટાણમાં આંબેડકરની પ્રતિમાનો અનાવરણ પ્રસંગ યોજાયો હતો. જેમાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો એક મંચ પર જોવા મળ્યા હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યુ હતું કે, ગુજરાતમાં 150 થી વધુ સફાઈ કામદારોના મોત થયા છે. છતા સરકારને કંઈ પડી નથી. વંચિત સમાજના ઉત્કર્ષ માટે ભાજપ સરકાર કંઈ ફાળવતી નથી. મહીસાગરમાં પછાત વર્ગની મહિલાની લાશ 11 દિવસ પડી રહી. છતા ન્યાય ન મળ્યો. ભાજપના શાસન પર તેમના પર અત્યાચાર વધી રહ્યો છે.

જિજ્ઞેશ મેવાણીના પ્રહારો પર ત્યા હાજર કડીના ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીએ વિરોધ દર્શાવ્યો હતો. તેઓએ જિજ્ઞેશ મેવાણીએ સરકાર વિરોધી ભાષણ આપતા અટકાવ્યા હતા. તેમણે કહ્યુ હતું કે, આવી વાત કરતો નહિ.

ત્યારે આ જોતા ચાલુ સમારોહમાં જોવા જેવી થઈ હતી. ભાષણ અટકાવતા જ જિજ્ઞેશ મેવાણી ગિન્નાયા હતા. તેમણે જાહેર મંચ પરથી કહી દીધું હતું કે, કરસન કાકા, હું જોટાણાના મરચા કરતા ય તીખો છું. તમે નહિ, સરકાર પણ મને બોલતા અટકાવી નહિ શકે. હું પ્રજા દલિત સમાજની વાત કરી રહ્યો છું.  

ગુજરાતમાં જોટાણા દેશી મરચા માટે છે ખ્યાતનામ
મહેસાણામાં આવેલ જોટાણા તાલુકોના રવિ સીઝનમાં ઉત્પાદન થતા લાલ-લીલા મરચાં જોટાણા પંથક માટે ગૌરવ અપાવે છે. આ વિસ્તારમાં કાળી અને રાતી ફળદ્રુપ જમીન મરચાંના છોડ માટે અનુકૂળ હોઈ અહીં લાંબા અને લાલ ચટ્ટાક દેશી મરચાનું ઉત્પાદન થાય છે. જોટાણા પંથકનું મરચુ દેખાવે અને સ્વાદે અન્ય મરચાની સરખામણી કરતા ચડિયાતું હોય છે. જોટાણાના મરચાંની સુવાસ અને સ્વાદ દેશ વિદેશમાં પથરાયેલ હોઈ અહીં દૂર દૂરથી ગ્રાહકો અહી મરચુ ખરીદવા આવે છે. અહીંના દેશી મરચાની ખાસિયત એ છે કે સ્વાદે મીઠું અને ઠંડક વાળુ હોય છે. 12 મહિના સુધી અહીંના મરચાંનો કલર એવો જ રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news