Gupt Navratri 2024: હિન્દુ ધર્મ અનુસાર વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે. જેમાં અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકમથી શરૂ થતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવાય છે. આ વર્ષે ગુપ્ત નવરાત્રીની શરૂઆત 6 જુલાઈ અને શનિવારથી થશે અને નવરાત્રીનું સમાપન 15 જુલાઈએ થશે. શાસ્ત્રોમાં ગુપ્ત નવરાત્રીને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ નવરાત્રીમાં દેવી દુર્ગાની 10 મહાવિદ્યાની આરાધના કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુપ્ત નવરાત્રીનું મહત્વ 


આ પણ વાંચો: Rahu-Shani Yuti: શનિ અને રાહુ બનાવશે અદ્ભુત યોગ, આ રાશિઓને મળશે સફળતા અને આકસ્મિક ધન


હિન્દુ ધર્મમાં ગુપ્ત નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રીમાં દસ મહાવિદ્યાઓની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે. આ નવરાત્રીમાં તંત્ર સાધનાનું પણ મહત્વ છે. આ દિવસો દરમિયાન દસ મહાવિદ્યાની સાધના કરવાથી ઘરમાં સુખ શાંતિ પણ બની રહે છે. સાથે જ મનની ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે. એવી પણ માન્યતા છે કે ગુપ્ત નવરાત્રી દરમિયાન તાંત્રિક પોતાની સિદ્ધિ અને તંત્ર-મંત્રને જાગૃત કરે છે. આમ કરવાથી તેમની શક્તિ વધે છે. 


આ પણ વાંચો: Ganpatpura: મનની ઈચ્છા પુરી કરે છે આ ગણપતિ, બસ દર્શન કરી મંદિરમાં કરી દો ઊંધો સાથિયો


ગુપ્ત નવરાત્રીમાં માં દુર્ગાની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. તંત્ર મંત્ર માટે જ નહીં પરંતુ ગુપ્ત નવરાત્રીમાં માં દુર્ગાની પૂજા કરવાથી જીવનના સંકટ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે. ખાસ તો જીવનમાં જો ધન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો ગુપ્ત નવરાત્રીમાં કેટલાક ઉપાયો કરવા જોઈએ. ગુપ્ત નવરાત્રી દરમિયાન આ ઉપાય કરી લેવાથી ઘરમાં ધનની આવકના રસ્તા ખુલવા લાગે છે અને દરિદ્રતા પણ દૂર થઈ જાય છે. 


ગુપ્ત નવરાત્રીના 5 અચૂક ઉપાય 


આ પણ વાંચો: દેવ પોઢી જશે પણ આ રાશિઓનું ભાગ્ય જાગી જશે, જાણો ચાતુર્માસ કઈ કઈ રાશિ માટે શુભ


1. ગુપ્ત નવરાત્રીના દિવસો દરમ્યાન ઘરમાં સોના કે ચાંદીની કોઈ વસ્તુ લાવીને માં દુર્ગાના ચરણોમાં રાખી તેની પણ પૂજા કરો. ત્યાર પછી નવમા દિવસે પૂજા કરી તે વસ્તુને ગુલાબી રેશમી વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખી દો. નવરાત્રી પછી તમે અનુભવશો કે ઘરમાં આશ્ચર્યજનક રીતે ધનની આવક વધી છે. 


2. ગુપ્ત નવરાત્રીમાં જો તમે અખંડ દીવો ન કરી શકો તો પણ સવારે અને સાંજે ઘી અથવા તેલનો દીવો અચૂક કરવો. સાથે જ આ દીવામાં ચાર લવિંગ મૂકી દેવા. 


આ પણ વાંચો: Shukra Gochar 2024: 7 જુલાઈથી આ 3 રાશિઓની ચાંદી જ ચાંદી, સૂતું ભાગ્ય જાગી જશે


3. ધનપ્રાપ્તિ માટે ગુપ્ત નવરાત્રીમાં કોઈપણ પાંચ પ્રકારના સુકામ એવા લાલ ચુંદડીમાં બાંધીને માતાના મંદિરમાં અર્પણ કરો. 


4. ગુપ્ત નવરાત્રી માં રોજ હનુમાનજીને પાનનું બીડું અને માતા રાનીને સાત એલચી અને મિસરીનો ભોગ ધરાવો. 


5. ગુપ્ત નવરાત્રીના દિવસો દરમ્યાન કાળા રંગના કપડાનો એક ટુકડો લઈ તેમાં ફટકડી રાખી નાની પોટલી બનાવી દો. હવે આ પોટલી ને ઘરના મુખ્ય દરવાજાની ઉપર લટકાવી દો. ધનની આવક વધવા લાગશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)