પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ કર્યો

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સ્વપ્નભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણ દિનેશચંદ્ર જોશી બેંક કર્મચારી છે. ગત 2 તારીખના રોજ તેઓ બજાર માંથી પુત્ર સાથે ઘરે આવ્યા હતા. દરમિયાન લિફ્ટ માંથી બહાર નીકળવાની સાથે જ પાલતુ શ્વાને પિતા પુત્ર પર હુમલો કર્યો હતો.

પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ કર્યો

પ્રશાંત ઢીવરે/સુરત: શહેરમાં પાલતુ શ્વાનો આતંક જોવા મળ્યો છે.વેસુ ખાતે બેંક કર્મચારીના પુત્ર પર શ્વાનો હુમલો કર્યો છે. બાળક સોસાયટીની લિફ્ટમા પિતા સાથે હતો. લિફ્ટ માંથી બહાર નીકળવાની સાથે જ અચાનક સોસાયટી પાલતુ શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. શ્વાનનાં હુમલોમાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકને પગના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાળકના માતા પિતા શ્વાનના માલિકને સમજાવવા જતા શ્વનાનાં માલિકે મારામારી કરી હતી. બાળકના માતાએ શ્વાના માલિક પર અલથાણ પોલીસે મથકે ફરિયાદ નોંધાતા પોલીસે શ્વાનના માલિક આશિષ દુબે, પ્રશાંત ત્રિપાઠી, અંકિત ત્રિપાઠી સામે ગુનો નોધ્યો છે. અગાઉ આ જ શ્વાને સોસાયટીના 5 લોકો પર હુમલો કર્યો હતો. 

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સ્વપ્નભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણ દિનેશચંદ્ર જોશી બેંક કર્મચારી છે. ગત 2 તારીખના રોજ તેઓ બજાર માંથી પુત્ર સાથે ઘરે આવ્યા હતા. દરમિયાન લિફ્ટ માંથી બહાર નીકળવાની સાથે જ પાલતુ શ્વાને પિતા પુત્ર પર હુમલો કર્યો હતો. હુમલામાં પાંચ વર્ષનો પુત્ર અવિંક જોષીને પગના ભાગે ગંભીરી જાઓ પહોંચી હતી. સાથે જ પિતાને પણ ઇજા પહોંચી હતી. બંને પિતા પુત્ર તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ગયા હતા. 

બીજી બાજુ બેંક કર્મચારીની પત્ની ખુશ્બુ જોશી એક રેલવે કર્મચારી છે. પિતાને ઈજા પહોંચવાની સાથે તેઓ શ્વાનનાં માલિકને ફરીયાદ કરવા ગયા હતા. પરંતુ શ્વાનના માલિકે મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કર્યું હતું. પતિ આવી જતા પતિ સાથે પણ ગાડા ગાળ કરી હતી. સમગ્ર ઘટનાને લઇ પતિ પત્ની અલથાણ પોલીસ મથકે શ્વાનના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી બાળકની માતાએ જણાવ્યું હતું કે, 2 તારીખે મારા પતિ બાળકને બજાર ફરવા માટે લઈ જઈ રહ્યા હતા. જ્યારે તેઓ લિફ્ટમાંથી આવી રહ્યા હતા. ત્યારે અમારા પાડોશીના શ્વાને મારા બાળક ઉપર અટેક કર્યો. જેના કારણે તેને ગંભીર ઇજાઓ આવી હતી. જ્યારે મારા પતિ બાળકને બચાવવા ગયા ત્યારે તેમને પણ શ્વાને બચકા ભરતા ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાઓ ગંભીર હોવાથી તેને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી.

વધુમાં તેઓએ જણાવ્યું કે, અમે જ્યારે પાડોશીના ઘરે ગયા ને કીધું કે, તમારા શ્વાને મારા દીકરાને બચકુ ભર્યું છે તો માફી માંગવાની જગ્યાએ આ લોકોએ કીધું કે, તમારા બાળક ઘરની અંદર આવ્યા હતા અને શ્વાન સાથે છેડછાડ કરી આ માટે અમારો શ્વાન તેને કરડ્યો છે. તેઓએ અમારી સાથે ગેરવર્તન કર્યું. મારામારી કરી. ત્યારબાદ અમે પોલીસ કંટ્રોલને જાણ કરી. અમે તેને હોસ્પિટલ લઈ ગયા ત્યારે ડોક્ટરે જણાવ્યું કે, તેને ખૂબ જ ગંભીર ઇજાઓ થઈ છે. ટાઈપ-સી કટ હોવાથી વધારે ગંભીર ઇજાઓ હતી.

આ ઘટના અંગે ઈજાગ્રસ્ત પુત્ર આવીક જોશીએ જણાવ્યું હતું કે, જ્યારે હું મારા પાપાની સાથે લિફ્ટમાં આવી રહ્યો હતો ત્યારે અચાનકથી જ શ્વાન આવી ગયો. ત્યારબાદ તેણે મને પગમાં કરડ્યું એટલે ત્યાં ઝઘડો પણ થયો. જે અંકલ હતા તેઓએ મમ્મીને માર માર્યો હતો. પાપાને પણ શ્વાને કરડી લીધું હતું. મારા પાપાને પણ આ લોકોએ માર્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news