વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ યોગોનું નિર્માણ કરતા હોય છે. જેનો પ્રભાવ મનુષ્ય જીવન પર અને પૃથ્વી ઉપર પડતો હોય છે. અત્રે જણાવવાનું કે 1113 વર્ષ બાદ એક એવો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે જે જ્યોતિષની દ્રષ્ટિએ ખુબ મહત્વનો છે. કારણ કે ગુરુ અને રાહુનો એક તો સંયોગ અને શનિની ત્રીજી દ્રષ્ટિ છે. જે 1113 વર્ષ પહેલા આ યોગ હતો. એટલે કે 30 ઓક્ટોબરે ગુરુ અને રાહુનો સંયોગ ખતમ થવા જઈ રહ્યો છે. આવામાં આ યોગનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેને આ સમય દરમિયાન કરિયર અને કારોબારમાં પ્રગતિ થશે. જાણો કોણ છે આ ભાગ્યશાળી રાશિઓ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
તમારા બધા માટે આ દુર્લભ યોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે મેષ રાશિમાં રાહુ અને ગુરુની યુતિ છે. આ સાથે જ શનિની ત્રીજી દ્રષ્ટિ છે. જ્યારે 30 ઓક્ટોબરે રાહુ અને ગુરુની યુતિનો અંત આવશે. આ સાથે જ આ સમય દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થશે. માન સન્માનમાં વધારો થશે. રોકાણથી લાભ થશે. સંતાન સુખ મળશે. જે લોકો અપરણિત છે તેમના વિવાહ થઈ શકે છે. વિદેશ યાત્રાના પણ યોગ છે. સરકારી નોકરીની તૈયારી કરતા લોકોને પણ લાભ થઈ શકે છે. શેર બજાર, સટ્ટા લોટરીમાં પણ લાભ થશે. 


સિંહ  રાશિ
દુર્લભ સંયોગ બનતા સિંહ રાશિના જાતકો માટે લાભની સ્થિતિ ઊભી થઈ રહી છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી ગોચર કુંડળીના નવમાં સ્થાન પર ભ્રમણ કરશે. આ સાથે જ ગુરુ ભાગ્ય સ્થાનનો કારક છે. આથી તમારા અને પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. જે લોકો સંતાન ઈચ્છે છે તેમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. વિદેશ યાત્રાના યોગ છે. આ સાથે જ ધર્મ અને કર્મના કામમાં તમારો રસ વધશે. વિદ્યાર્થીઓ માટે શાનદાર સમય રહેશે. 


ધનુ રાશિ
તમારા માટે આ દુર્લભ સંયોગનું બનવું એ ફળદાયી અને શુભ સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિના સ્વામી તમારા એજ્યુકેશનના સ્વામી થઈને ભાગ્ય સ્થાનને જોઈ રહ્યા છે. આથી આ સમય તમને ભાગ્યનો સાથ મળશે. અટકેલા કામ પૂરા થશે. આ સાથે જ તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. શેર બજારમાં પણ લાભ થઈ શકે છે. જે લોકો ગોલ્ડની લેવડ દેવડ કરતા હોય તેમને સારો લાભ થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)